સુરતમાં બ્રાન્ડેડના નામે નકલીનું વેચાણ, GUCCI FLORA કંપનીના ડુપ્લીકેટ પરફ્યુમ વેચતો શખ્સ ઝડપાયો

લસકાણા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી કે લસકાણા સ્થિત સ્કાઈવ્યુ બીઝનેસ હોરીજોન ખાતે આવેલી ઓફીસમાંથી GUCCI FLORA કંપનીની ડુપ્લીકેટ પરફ્યુમનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 14 Oct 2026 12:46 PM (IST)Updated: Wed, 14 Oct 2026 12:46 PM (IST)
surat-news-laskana-police-bust-counterfeit-gucci-perfume-racket-one-arrested

Fake Gucci Flora Perfume Racket Busted in Surat: સુરતમાં GUCCI FLORA કંપનીની ડુપ્લીકેટ પરફ્યુમનું વેચાણ કરતા એક શખ્સને લસકાણા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ઓફિસમાં રેડ કરીને GUCCI FLORA કંપનીના સ્ટીકરો, સ્ટીકર વગરની બોટલ તેમજ ડુપ્લીકેટ પરફ્યુમ મળી કુલ 45,990નો મુદામાલ જપ્ત કર્યો છે.

સુરતમાં હવે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી પરફ્યુમનું વેચાણ ઝડપાયું છે. GUCCI FLORA કંપની લીગલ ટીમ RNA, IP ATTORNEYS કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસર ક્રિષ્નપાલસિંગ રવીનાથ સિંગ દ્વારા લસકાણા પોલીસ મથકે પહોચીને રજૂઆત કરવામાં આવી હતી કે લસકાણા સ્થિત સ્કાઈવ્યુ બીઝનેસ હોરીજોન ખાતે આવેલી ઓફીસમાંથી GUCCI FLORA કંપનીની ડુપ્લીકેટ પરફ્યુમનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. માહિતી બાદ લસકાણા પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી.

પોલીસે રેડ દરમ્યાન ત્યાંથી સંદીપભાઈ જાદવભાઈ બેલડીયાને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત ત્યાંથી GUCCI FLORA કંપનીના સ્ટીકરો, સ્ટીકર વગરની બોટલ તેમજ ડુપ્લીકેટ પરફ્યુમ મળી કુલ 45,990નો મુદામાલ જપ્ત કર્યો છે. પકડાયેલો ઇસમ પોતાના આર્થિક ફાયદા માટે GUCCI FLORA કંપનીની ડુપ્લીકેટ પરફ્યુમ વેચણ કરતો હોય લસકાણા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.