Surat: શ્રાવણ મહિનાના અંતિમ સોમવારના રોજ મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહિલા કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. આ કાવડ યાત્રા સુરતના કાપોદ્રા સિદ્ધકુટીર મંદિરથી પૂણાગામ જલાસાઈ ફાર્મ સુધી પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતુ.
આ કાવડયાત્રામાં ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા. આ સાથે જ 2500થી વધુ મહિલાઓ પણ કાવડ યાત્રામાં જોડાઈ હતી અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિ મય બન્યું હતું,
આ અંગે મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલ પટેલે જણાવ્યું કે, દર શ્રાવણ મહિનામાં સોમવારે મહિલા દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે કાપોદ્રા સિદ્ધકુટીર મંદિરથી પુણાગામ જલાસાઈ ફાર્મ સુધી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું.
આ કાવડ યાત્રામાં 2500થી વધુ બહેનો જોડાઈ હતી. સિદ્ધ કુટીર મંદિરથી તાપી નદીનું પવિત્ર જળ લઈને પાર્થિવ શિવલિંગ પર અભિષેક કરી પૂજા કરી હતી. આ ઉપરાંત દરેક બહેનોએ સાથે ફરાળ કર્યું હતું અને તેમને ઉપહાર આપવામાં આવ્યો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
