સુરતમાં 'ગુજરાત ગૌરવ દિવસ' દિવસની ભવ્ય ઉજવણી, 18 પ્લાટુનના 750 જવાનોની પોલીસ પરેડ શહેરીજનો માટે યાદગાર સંભારણું બની; જુઓ તસવીરો

ગુજરાતની વિકાસગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના દિલધડક મોટરસાયકલના સ્ટંટે સૌનું દિલ જીતી લીધું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 01 May 2026 09:43 PM (IST)Updated: Fri, 01 May 2026 09:43 PM (IST)
surat-news-gujarat-gaurav-divas-2026-celebrated-grandly-with-cm-bhupendra-patel-present
HIGHLIGHTS
  • 'જય જય ગરવી ગુજરાત' અને 'ભારત માતા કી જય'ના ગગનભેદી નારા સાથે સુરતીઓ દેશભક્તિના રંગે રંગાયા
  • વિશ્વ સાંસ્કૃતિક ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા

Surat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરતના આંગણે આજ રોજ 66માં 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

naidunia_image

આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા માટે સાંજે 7 વાગ્યે સુરતના Y જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી આપી પ્રસ્થાન કરાવી હતી.

naidunia_image

સાહસ, સેવા અને શોર્યને સમર્પિત ગુજરાત પોલીસની 18 પ્લાટુનના 750થી વધુ જવાનોની ઐતિહાસિક પરેડની સાથે ગુજરાતની વિકાસ ગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના દિલધડક મોટરસાયકલના સ્ટંટે સૌનું દિલ જીતી લીધું હતું.

naidunia_image

પોલીસના ઉત્સાહ અને આંનદને વર્ણવતી હર્ષ ધ્વનિ કરવામાં આવી હતી. પરેડ કમાન્ડર તરીકે IPS ઓફિસર ડો. નવીન ચક્રવતીએ નેતૃત્વ કર્યું હતું.

naidunia_image

મુખ્યમંત્રી સહિત સૌએ રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું સમૂહગાન કર્યું હતું. વિશ્વ ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા હતા. તાળીઓના ગડગડાટ સાથે સુરતીઓએ પોલીસ જવાનો અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.

naidunia_image

બોલીવુડના પ્લેબેક સિંગર ભાવિન શાસ્ત્રીના એન્ડ બેન્ડ દ્વારા રળીયામણી સાંજે 'ભારત માતા કી જય'ના નારા સાથે 'જય જય ગરવી ગુજરાત'સહિતના અનેક ગીતો સાથે સંગીતની મધુર સુરાવલિને સૌએ માણી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ શાનદાર પરેડને નિહાળવા માટે સુરતી માનવ મહેરામણ ઉમટ્યો હતો.

naidunia_image