સુરતના પ્રવાસન ક્ષેત્રનું નવું સોપાનઃ રૂ. 166 કરોડના ખર્ચે સાકારિત 'ડુમસ સી ફેસ' ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ, જુઓ તસવીરો

પ્રવાસીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે 'ડુમસ સી ફેસ'નો ફેઝ-01 જનતા માટે ખુલ્લો મૂકાયો, આ પ્રોજેક્ટ સુરતની શાન અને વૈશ્વિક ઓળખ બનશે:હર્ષ સંઘવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Mar 2026 10:51 PM (IST)Updated: Sun, 08 Mar 2026 10:51 PM (IST)
surat-news-dumas-sea-face-development-project-opens-set-to-boost-tourism
HIGHLIGHTS
  • વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આવાસ અને ડ્રેનેજ સહિતના અનેક વિકાસલક્ષી કામોની સુરતવાસીઓને ભેટ
  • ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ રાજ્યના પ્રવાસન નકશામાં નજરાણા સમાન: કેન્દ્રીય જળશક્તિ મંત્રી

Surat: સુરત શહેરને ગ્લોબલ સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વધુ એક મહત્વના કદમ અંતર્ગત ડુમસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે રૂ.166 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ અને સુરતના પ્રવાસન ક્ષેત્રે સીમાચિહ્નરૂપ 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ' પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-01નું લોકાર્પણ કરાયું હતું. આ સાથે જ સુરત મનપાના કુલ રૂ.920 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે, એક સમયે અસ્વચ્છ શહેર ગણાતું સુરત આજે શહેરીજનો અને જનપ્રતિનિધિઓની મહેનત, આર્થિક વિકાસ અને સુગ્રથિત આયોજનના જોરે દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે.

સુરતના જાગૃત નાગરિકોએ પોતાની આદતો બદલીને શહેરને સુંદર બનાવવામાં પૂરતો સાથ આપ્યો છે. સ્વચ્છતાની સિદ્ધિનો શ્રેય તેમણે સફાઈ મિત્ર સ્વચ્છતા સેનાનીઓ અને શિસ્તપ્રેમી શહેરીજનોને આપ્યો હતો.

naidunia_image

ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ રાજ્યના પ્રવાસન નકશામાં નજરાણા સમાન ગણાવતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ આગામી સમયમાં સુરતની નવી ઓળખ બનશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સી-ફેસ સુરતને આંતરરાષ્ટ્રીય સ્તરના ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરશે.

naidunia_image

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ સુરતને વિશ્વ કક્ષાએ આગવી ઓળખ ઉભી કરશે. આ પ્રોજેક્ટની ડિઝાઇન અને સુવિધાઓ વિશ્વસ્તરીય માપદંડો મુજબ તૈયાર કરવામાં આવી છે., ત્યારે સુરત મહાનગરપાલિકા અને 'ટીમ સુરત'ને શ્રેણીબદ્ધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

naidunia_image

હર્ષ સંઘવીએ સુરતના નાગરિકોને સહેલાણીઓ માટે આનંદ પ્રમોદના કેન્દ્ર સમાન આ વૈશ્વિક કક્ષાના પ્રોજેક્ટને સ્વચ્છ, સુઘડ રાખવા અને તેની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો, જેથી સુરતની આ વિરાસત આગામી અનેક વર્ષો સુધી શહેરની શાન બની રહે.

naidunia_image

જ્યારે સુરત મેયર દક્ષેશ માવાણીએ ડુમસ સી ફેસ પ્રોજેક્ટ ડુમસની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે એમ જણાવી કહ્યું કે, ડુમસ વર્ષોથી સુરત અને આસપાસના લોકો માટે હરવા-ફરવાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનો આ 'ડ્રીમ પ્રોજેક્ટ' પ્રવાસન ક્ષેત્રનું સીમાચિહ્ન સાબિત થશે.

naidunia_image

ડુમસનો વિકાસ થવાથી સુરતની ઓળખ પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનશે. આ પ્રોજેક્ટ દ્વારા કુદરતી સૌંદર્યને જાળવી રાખીને વધુ અત્યાધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે જળ શક્તિમંત્રીએ સુરત મનપાના વિવિધ ઝોનમાં સાકારિત રૂ.673.12 કરોડના પ્રકલ્પો શહેરીજનો માટે ખુલ્લા મૂક્યા હતા. જેમાં રાંદેર ખાતે રૂ. 271.63 કરોડના ખર્ચે 160 MLD ક્ષમતાનો આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભેસ્તાન અને પાલનપોર-ભેંસાણ ખાતે રૂ.55 કરોડથી વધુના ખર્ચે સાકારિત આધુનિક આવાસો તેમજ રૂ.56 કરોડના ખર્ચે 6.3 મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ, લિંબાયત અને ગોપીપુરામાં કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું.

naidunia_image

વિકાસની ગતિને વેગ આપતા રૂ.247.80 કરોડના ખર્ચે સાકાર થનાર વિવિધ કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉધના અને વેસ્ટ ઝોનમાં સિમેન્ટ કોંક્રિટના આધુનિક રસ્તાઓ, સરથાણા વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ અને મહારાણા પ્રતાપ ગાર્ડનનું રિ-ડેવલપમેન્ટ, સીમાડા-સરથાણા જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ નીચે રેમ્પનું બાંધકામ, નવનિર્મિત વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અને સુએજ પંપીંગ સ્ટેશનોની સુવિધાનું ખાતમુહૂર્ત કરાયું હતું.