Surat: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) વિભાગ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ટ્રેનમાંથી એક મુસાફર પાસેથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત રૂ. 20 કરોડ જેટલી થાય છે .
હકીકતમાં DRIની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની ટ્રેન આવતા જ તેમાં તપાસ કરી હતી આ દરમ્યાન એક મુસાફર પાસેથી કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ નશીલા પદાર્થની ગુણવત્તા તપાસતા તે એકદમ શુદ્ધ કોકેઇન હોવાનું માલૂમ પડ્યું છે. અંદાજે 2 કિલોગ્રામ જેટલો શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કોકેઇનની કિંમત 20 કરોડ રૂપિયા જેટલી થાય છે . આટલી મોટી કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાતા જ DRIના ઉચ્ચ અધિકારીઓ પણ એક્શન મોડમાં આવી ગયા છે.
પ્રાથમિક તપાસમાં પકડાયેલો આરોપી કેરિયર તરીકે દિલ્હીથી આ કોકેઇનનો જથ્થો લઈને નીકળ્યો હતો અને તેને મુંબઈ પહોચાડવાનો હતો. આરોપી સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રેકેટના મૂળ સુધી પહોચવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
