Surat: રાંદેરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, હોટલમાં રુપલલનાઓને રાખી ગ્રાહકોને શરીર સુખ માણવા બોલાવવામાં આવતા હતા

એક 21 વર્ષીય યુવતી નોઈડામાં પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થિની નીકળી. ફી ભરવાના પૈસા ના હોવાથી દેહવ્યાપારના દલદલમાં ધકેલાઈ હોવાનો ખુલાસો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 03 Nov 2025 08:14 PM (IST)Updated: Mon, 03 Nov 2025 08:14 PM (IST)
surat-news-crime-branch-women-cell-busted-sex-racket-in-rander-hotel
HIGHLIGHTS
  • 4 રૂપલલનાઓને મુક્ત કરાવવામાં આવી

Surat: સુરતના રાંદેર વિસ્તારમાં હોટલમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરીને દલાલ અને હોટલ સંચાલકને ઝડપી પાડ્યો હતો. તેમજ અહીંથી 4 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. ચાર પૈકી 1 યુવતીની ઉમર 21 વર્ષ છે, જે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે. જો કે તે વિદ્યાર્થીની પાસે ફી ભરવાના પૈસા ના હોય તે આ દેહવ્યાપારના દલદલમાં ફસાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેર ક્રાઈમ બ્રાંચ મહિલા સેલની ટીમે રાંદેર વિસ્તારમાં આવેલા સ્ક્વેર શોપિંગ મોલમાં બીજા માળે આવેલી કમ્ફર્ટ કોવ હોટલમાં રેડ કરી હતી. અહીંથી પોલીસે 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. તેમજ દલાલ રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મહિલાઓને હોટલમાં રાખીને બહારથી ગ્રાહકોનો સંપર્ક કરીને શરીર સુખ માણવા માટે બોલાવતો હતો અને ગ્રાહકો પાસેથી પૈસા વસૂલી તેમાંથી તેનો ભાગ મેળવી આર્થિક લાભ મેળવતો હતો.

આ ઉપરાંત પોલીસે હોટલ સંચાલક પિયુષભાઈ લીલાભાઈ દેસાઈને પણ ઝડપી પાડ્યો હતો. હોટલ સંચાલક રૂમની વ્યવસ્થા કર આપી રૂમનું ભાડું વસૂલતો હતો. પોલીસે ધી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે રાંદેર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. રેઇડ દરમ્યાન પોલીસે 3 મોબાઈલ, 11 હજાર રોકડા સહીત 31 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

અહીંથી કુલ 4 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી, જે પૈકી એક યુવતીની ઉમર માત્ર 21 વર્ષ છે, જે નોઈડામાં પોલિટીકલ સાયન્સનો અભ્યાસ કરે છે.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણતરમાં હોશિયાર છે. જો કે પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહવ્યાપારના ધંધામાં ફસાઈ ગઈ હતી.

આ વિદ્યાર્થિની સાથે અન્ય જે ત્રણ મહિલાને મુક્ત કરવામાં આવી છે, તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી આવી હતી. પોલીસે આ તમામ મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું છે.