Surat: થર્ટી ફર્સ્ટને લઈને ડ્રગ્સનો જથ્થો વેચવા માટે ફરતો પેડલર ઝડપાયો, રૂ. 5.10 લાખનું એમ.ડી. ડ્રગ્સ જપ્ત

કામરેજ હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા નીચે પટકાયેલા બાઈક ચાલકના શરીર પરથી પૈડા ફરી વળ્યા. કારમાં સવાર બે મહિલાઓ પણ ઈજાગ્રસ્ત, કાર ચાલક ફરાર

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 30 Dec 2025 09:52 PM (IST)Updated: Tue 30 Dec 2025 09:52 PM (IST)
surat-news-crime-branch-held-drug-peddler-at-pay-and-use-toilet-at-saiyadpura-seized-rs-5-10-lakh-md-drugs-664951
HIGHLIGHTS
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે સૈયદપુરા માર્કેટ નજીક મનપાના પે એન્ડ યુઝ ટૉઈલેટના પહેલા માળેથી આરોપીને દબોચ્યો
  • ધો. 10 સુધી ભણેલા આરોપીનો ગુનાહિત ઈતિહાસ, અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે

Surat: સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 5,10,400 રૂપિયાની કિમંતનું 51.040 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આરોપી ધો.10 સુધી ભણેલો છે અને આગામી થર્ટી ફસ્ટને લઈને ડ્રગ્સનો જથ્થો છૂટકમાં વેચાણ કરવા માટે ફરતો હતો. આ ઉપરાંત આરોપી અગાઉ પણ ડ્રગ્સ સાથે પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે અને હાલમાં જામીન પર છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સૈયદપુરા માર્કેટ પાસે આવેલા સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન પે એન્ડ યુઝ ટોઇલેટના પહેલા માળેથી આરોપી અરબાઝ ઉર્ફે ફાઇવ ટુ ઈસ્માઈલ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 5,10,400 રૂપિયાની કિમંતનું 51.040 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા 900 તેમજ 50 હજારની કિમંતનો એક મોબાઈલ ફોન મળી કુલ 5,61,300 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે લાલગેટ પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અરબાઝ શેખ ધો. 10 સુધીનો અભ્યાસ કરેલો છે અને તે ઘણા સમયથી બેકાર હોય જેથી એમડી ડ્રગ્સ છૂટકમાં વેચાણ કરવાનું કામકાજ ચાલુ કરી દીધું હતું. આગામી 31 ડીસેમ્બર આવનાર હોય એમડી ડ્રગ્સનો જથ્થો છૂટકમાં વેચાણ કરવા માટે ફરતો હતો. આ ઉપરાંત આરોપી અરબાઝ ઈસ્માઈલ શેખ અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 7.40 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને હાલમાં જામીન મુક્ત છે.

વધુમાં આરોપીનો સગો ભાઈ જલાલુદીન ઈસ્માઈલ શેખ પણ લાલગેટ પોલીસ મથકમાં 10 ગ્રામ અને ખટોદરા પોલીસ મથકમાં 97 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે અગાઉ પકડાઈ ચુકયો છે અને તે હાલમાં જેલમાં છે.

કામરેજ હાઈવે પર ઈકો કારે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત
કામરેજના ઉંભેળ ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઇકો કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. જેમાં બાઈક સવાર યુવકનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું છે.

પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક ચાલકની ઓળખ આબેદઅલી જમારૂદ્દીન મોહમદ (ઉંમર 45) તરીકે થઈ છે.તેઓ મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના આમલાન ગામના વતની હતા અને હાલ પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રહેતા હતા.

કાર ચાલકે બાઈકને ટક્કર મારતા થયેલા અક્સ્માતમાં આબેદઅલી રોડ પર પટકાયા હતા અને ઇકો કારનું ટાયર તેમના પરથી ફરી વળતા ગંભીર ઈજા થઇ હતી અને તેઓને હોસ્પિટલ લઇ જવાતા મૃત જાહેર કરાયા હતા. આ ઉપરાંત ઇકો કારમાં સવાર બે મહિલાઓને પણ ઈજા પહોચી હોવાનું અને અકસ્માત બાદ ઇકો કાર ચાલક ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.