Surat News: ધૂમ સ્ટાઇલમાં બાઈક દોડાવતા નબીરાઓ સામે તવાઈ,11 બાઈકો જપ્ત કરાઈ

Surat News:સુરતમાં રાત્રીના સમયે ધૂમ સ્ટાઈલમાં બેફામ બાઈક હંકારતા નબીરાઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. અડાજણ પોલીસે ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારતા, સ્ટંટ કરતા અને કર્કશ અવાજ કરતા સાયલેન્સર સાથે નીકળેલા ચાલકોને પોલીસે ઝડપી પાડી 11 બાઈક જપ્ત કરી હતી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 07 Oct 2026 10:51 PM (IST)Updated: Wed, 07 Oct 2026 10:51 PM (IST)
surat-news-crackdown-on-youths-riding-bikes-recklessly-11-bikes-seized

Surat News:સુરતમાં રાત્રીના સમયે ધૂમ સ્ટાઈલમાં બેફામ બાઈક હંકારતા નબીરાઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. અડાજણ પોલીસે ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારતા, સ્ટંટ કરતા અને કર્કશ અવાજ કરતા સાયલેન્સર સાથે નીકળેલા ચાલકોને પોલીસે ઝડપી પાડી 11 બાઈક જપ્ત કરી હતી

મળતી માહિતી મુજબ, આગામી સમયમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. તહેવારો ટાણે જાહેર રસ્તાઓ પર કોઈ અણબનાવ ન બને અને સામાન્ય નાગરિકો શાંતિપૂર્ણ રીતે અવરજવર કરી શકે તે હેતુથી સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરભરમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

દરમ્યાન અડાજણ પોલીસે સ્પેશીયલ ડ્રાઈવ યોજી બેફામ બાઈક હંકારતા નબીરાઓ સામે કાર્યવાહી કરી હતી. અડાજણ પોલીસની ટીમે ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારતા, સ્ટંટ કરતા અને કર્કશ અવાજ કરતા સાયલેન્સર સાથે નીકળેલા ચાલકોને પોલીસે ઝડપી પાડી ૧૧ બાઈક જપ્ત કરી હતી

પોલીસે તમામ વાહનચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, શહેરમાં મોડી રાત્રે રેસ લગાવતા કે જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા અસામાજિક તત્ત્વો સામે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે.