Surat: સુરત શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે બારડોલીમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લઈને સુરત શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દરમ્યાન આજે પણ સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. સુરત જિલ્લામાં ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, ચોરાસી, પલસાણા, બારડોલી અને મહુવામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
બારડોલીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 88 મીમી (3.4 ઈંચ) વરસાદ વરસ્યો હતો. જેને લઈને બારડોલીમા મુદીત પેલેસ , ભરવાડ વાસ , આશાપુરા મંદિર તેમજ રેલવે અંડર પાસમા પાણી ભરાયા હતા જેથી લોકોને હાલાકી પડી હતી.
આ ઉપરાંત ઓલપાડમાં 8 મીમી, માંગરોળમાં 31 મીમી, ઉમરપાડામાં 12 મીમી, માંડવીમાં 18 મીમી, કામરેજમાં 75 મીમી, સુરત સીટીમાં 38 મીમી, ચોરાસીમાં 13 મીમી, પલસાણામાં 15 મીમી, બારડોલીમાં 88 મીમી અને મહુવામાં 118 મીમી વરસાદ નોંધાયો હતો.
ઉકાઈ ડેમની સ્થિતિ બપોરે 12 કલાકે
- ડેમની સપાટી :- 316.58 ફૂટ
- ઇન્ફ્લો :- 11689 કયુસેક
- આઉટફલો :- 800 કયુસેક
સુરત શહેરમાં કોઝવેની સપાટી આજે બપોરે 12 કલાકે
ભયજનક સપાટી :- 6 મીટર
2 કલાકે સપાટી :- 6.92 મીટર
