Surat: લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ જીત, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું - 'આ અબ કી બાર 400 પારના સંકલ્પને સાકાર થવાનો સ્પષ્ટ સંકેત'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 22 Apr 2024 06:10 PM (IST)Updated: Tue, 23 Apr 2024 08:19 AM (IST)
surat-news-cm-bhupendra-patel-tweet-on-bjp-win-first-loksabha-seat

Surat: ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી સુરતની બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતા તેમને જીતનું સર્ટીફિકેટ પણ આપી દેવામાં આવ્યું છે. આમ આ બેઠક પર ભાજપની પ્રથમ જીત જાહેર થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ મૂકીને મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા છે.

પોતાની પોસ્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.

જણાવી દઈએ કે, 24 કલાકના રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું હતુ. જે બાદ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે અપક્ષ ઉપરાંત અન્ય પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેથી સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ ગઈ છે. જેથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલનો ચૂંટણી લડ્યા વિના જ વિજય થઈ ગયો છે. આ લોકસભા ચૂંટણીમાં ભાજપની પહેલી જીત થઈ છે.