Surat News: કાયમ ભરતી કરોની માગ સાથે ચૈતર વસાવા અને અનંત પટેલનો સુરતમાં ડીજીવીસીએલ કચેરી સામે વિરોધ

ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ડીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લીધા બાદ મેરીટ લીસ્ટ બહાર પડાયું હતું પરંતુ હજુ સુધી નિમણુંક આપવામાં આવી નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 04 Jul 2025 03:51 PM (IST)Updated: Fri, 04 Jul 2025 03:51 PM (IST)
surat-news-chaitar-vasava-anant-patel-lead-protest-for-permanent-dgvcl-recruitment

Surat News: સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીજીવીસીએલ કચેરી ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ભરતી પ્રક્રિયાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, કોન્ટ્રકટ પદ્ધતિ બંધ કરો, કાયમી ભરતી કરોના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરતી પ્રક્રિયામાં ગેરરિતિ આચરાઈ હોવાના આક્ષેપો

કોંગ્રેસના વાસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ડીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા જાન્યુઆરી મહિનામાં લેવામાં આવી હતી. મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી નિમણુંક આપવામાં આવી નથી. એના માટે આજે અમે અહી ન્યાય મેળવવા માટે આવ્યા છીએ. ભરતી પ્રક્રિયા એટલા માટે નથી કરવામાં આવી દિલ્હીની એક એજન્સીને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 200 કરોડનું કામ આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે, એના દ્વારા કોઈ પણ બિનઅનુભવી કુશળ ક્ષમતા વગરના યુવાનોને નોકરી આપવામાં આવી છે અને જેમણે પરીક્ષા પાસ કરી છે તેમને નિમણુંક આપવામાં આવી નથી, ભરતી પ્રક્રિયાનો લાભ અને મલાઈ દિલ્હીની એજન્સીને આપવામાં આવી છે અને જે પાસ થયેલા ઉમેદવારોને નિમણુંક પત્ર આપી નહી કોલેટી વગરના જે 9 પાસ, 8 પાસ છે. એમને થાંભલા પર ચડાવીને વિદ્યુત કર્મીનું કામ આપે છે. એનો અમે વિરોધ કરીએ છીએ.

naidunia_image

યોગ્ય ઉમેદવારોને નિમણૂક આપવા માગણી

ધારાસભ્ય ચૈતરભાઈ વસવાએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં એક ભરતી પડી હતી 19-12-2025ના રોજ એ ભરતી થઇ એનું રીઝલ્ટ 21 તારીખે આવી ગયું. તેમાં 6 જિલ્લાના 1864 ઉમેદવારો પાસ થયા. આ ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનામાં ઓર્ડર આપવાની જગ્યાએ એમના લગતા વળગતા કોન્ટ્રકટરોને મેન પાવર પૂરો પાડવા માટે બરોબાર ટેન્ડરો આપી દીધા. હવે આ કોન્ટ્રાકટરો એમના લાગતા વળગતા સગા સબંધીઓ અને કેટલાક લોકો લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે.

જે લોકો ધારા ધોરણમાં આવે છે અને જેમણે પાસ કરેલી છે એવા 1864 લોકોની ભરતી થાય એવી અમારી માંગણી છે. આજે અમે ઉમેદવારો સાથે આવ્યા છીએ જો 10 દિવસમાં આ લોકો નિણર્ય નહી લેશે તો દિન-15 પછી 6 જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને હજારોની સંખ્યામાં અમે મોટું આંદોલન કરીશું.

વધુમાં જણાવ્યું હતું કે અમે આજે 6 જિલ્લા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સમાવેશ થાય છે ત્યારે અમારી સાથે કોંગ્રેસના આ વિસ્તારના સીનીયર ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ અમારી સાથે છે જ્યાં પણ અન્યાય થાય છે ત્યારે હર હંમેશ સાથે હોઈએ છીએ જેના ભાગરૂપે આજે પણ અમે સાથે જ છીએ અને યુવાનોને જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી અનંતભાઈની સાથે રહીને અમારી લડત ચાલુ રહેશે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાનગી ક્ષેત્રને આપવાના ઈશારે એ લોકો સ્માર્ટ મીટરની યોજના લાવ્યા છીએ એનો પણ અમે વિરોધ કરીએ છીએ, વિજીલન્સની ટીમ ગામડાઓમાં આવીને ખેડૂતો અને કાચા ઘરોમાં જે રેડ પાડે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં તમામ મોરચે અમે આ કંપની સામે લડવા તૈયાર છીએ એમનો ઘેરાવો કરવાની ફરજ પડશે તો આવનારા દિવસોમાં ઘેરાવો પણ અમે કરીશું.