Surat News: સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં એક ફોરવ્હીલ ગાડી પલટી મારી ગઇ હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. કારમાં સવાર મહિલાને ઈજા થઇ છે જેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જયારે ડ્રાઈવરને કોઈ મોટી ઈજા ના પહોચી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના પીપલોદ વિસ્તારમાં પસાર થતી એક ફોરવ્હીલ કાર અચાનક પલટી મારી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ડિવાઇડરમાં રોપેલુ ઝાડ પણ તૂટી ગયું હતું. અકસ્માતની આ ઘટનાને લઈને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જેમાં જોઈ શકાય છે કે કાર જઈ રહી હતી અને ત્યારબાદ પલટી મારી ગયી હતી. મળતી માહિતી મુજબ કારમાં વેપારીની પત્ની મનીષા અગ્રવાલ સવાર હતા. તેઓ ડુમસ રોડ પર આવેલી એક શાળામાં ફંકશન પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પીપલોદ વિસ્તારમાં આ અકસ્માત નડ્યો હતો
અકસ્માત સમયે કાર ડ્રાઈવર સમીરકુમાર મિશ્રા ચલાવી રહ્યો હતો. સદનસીબે સમીરકુમારને કોઈ મોટી ઈજા પહોંચી નથી પરંતુ, પાછળની સીટ પર બેઠેલા મનીષા અગ્રવાલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી, ઉમરા પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
