Surat: બૉલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અને લેખક અનુરાગ કશ્યપ કાયદાની જાળમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરવાના મામલે સુરત કોર્ટે અનુરાગ કશ્યપ વિરુદ્ધ માનહાનિનો ગુનો નોંધવાનો હુકમ કર્યો છે. જેના પગલે આગામી દિવસોમાં ડિરેક્ટરને સુરત કોર્ટમાં હાજર થવું પડશે.
અનુરાગ કશ્યપ સામે બ્રાહ્મણોનો આક્રોશ ભભૂક્યો
હકીકતમાં ગત 19 માર્ચ, 2025ના રોજ બૉલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી. જેના કારણે બ્રાહ્મણ સમાજની લાગણી દૂભાતા ભારે રોષ ફેલાયો છે.
અનુરાગ કશ્યપની વિવાદાસ્પદ ટિપ્પણી સામે સુરતના વકીલ કમલેશ રાવલ દ્વારા કાયદાકીય લડત શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત વકીલ કમલેશ રાવલે આ મામલે સુરત કોર્ટમાં અનુરાગ કશ્યપ સામે ગુનો નોંધવા માટે કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસની કાનૂની પ્રક્રિયા ચાલ્યા બાદ પોસ્ટ મૂકાયાના આશરે 14 મહિના જેટલા લાંબા સમય પછી સુરત કોર્ટે દલીલો અને પુરાવા ધ્યાને રાખીને આરોપી અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટ દ્વારા કશ્યપ સામે સમન્સ પણ પાઠવવામાં આવ્યું છે, જેથી અનુરાગ કશ્યપને આગમી દિવસોમાં સુરત કોર્ટમાં હાજર થવું પડશે. ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપે પોતાની ટીપ્પણી બદલ માંફી પણ માંગી હતી.
આ અંગે કમલેશ રાવલે જણાવ્યું કે, ગત વર્ષે અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના જવાબમાં આદિત્ય દત્તા નામના યુઝર્સે આવું ના કરવા માટે જણાવ્યું હતુ. જેના રિપ્લાયમાં ડિરેક્ટરે ગંદી ગાળ સાથે લખ્યુ હતું કે, બ્રાહ્મણોએ મારું શું ઉખાડી લીધુ?
જેના પગલે સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણીને ઠેસ પહોંચી હતી અને તેમનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. અનુરાગ કશ્યપ સામે કડક પગલા લેવાય તે માટે દેશભરમાં અલગ-અલગ ઠેકાણે તેના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
અનુરાગ કશ્યપને સુરતની કોર્ટમાં હાજર રહેવું પડશે
આથી સુરત ખાતે મે એડવોકેટ તરીકે અને ફરીયાદી તરીકે હાજર રહીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે તમામ પ્રકારના વેરીફીકેશન કર્યા પછી આજે હુકમ કર્યો છે, જેમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને હવે કાયદેસરની કાર્યવાહી પણ આગળ ચાલશે.
Surat, Gujarat: On a tweet by filmmaker Anurag Kashyap, complainant and advocate Kamlesh Rawal says, “On March 19 last year, Anurag Kashyap posted a tweet. After that, an X (formerly Twitter) user Aditya Dutta asked him to delete it. He then retweeted it with abusive language and… pic.twitter.com/QxWUmBJyQ8
— IANS (@ians_india) May 16, 2026
હવે અનુરાગ કશ્યપને સુરત કોર્ટમાં હાજર રહેવું પડશે, 14 માસ લાગ્યા કોર્ટને તમામ પ્રકારના વેરીફીકેશન ચકાસણી કરતા એના સરનામાંના અને ઇમેઇલ એડ્રેસના અને તેણે મુંબઈ ખાતેનું પોતાનું ઘર પણ છોડી દીધું છે તેવા સમાચારો પણ મળ્યા હતા.
આમ છતાં અનુરાગ કશ્યપને તમામ પ્રકારના તક આપવામાં આવી હતી, એને કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતુ, પરંતુ તે હાજર ના રહેતા કોર્ટે આજે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે. અનુરાગ કશ્યમ વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ થયો છે અને તેના વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવે એવી અમારી પણ નામદાર કોર્ટ સમક્ષ માંગ રહેશે.
