સુરતની સોસાયટીમાં પણ દીકરીઓ અસુરક્ષિતઃ ઘર આગળ રમી રહેલી બે બાળકીઓને તેડીને શારીરિક અડપલા કરનારની કરતૂત CCTVમાં કેદ

ઉન પાટીયા વિસ્તારમાં બાળકો રમી રહ્યા હોય છે, ત્યારે જ સોસાયટીમાં આવેલો યુવક બે બાળકીઓને ઉઠાવીને છેડતી કરવા લાગ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Jan 2025 05:05 PM (IST)Updated: Sun, 05 Jan 2025 05:05 PM (IST)
surat-news-bhestan-police-held-molester-caught-in-cctv-footage
HIGHLIGHTS
  • ભેસ્તાન પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપ્યો

Surat: શહેરના ઉન પાટીયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઘર નજીક રમતી બે બાળકીઓની છેડતી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવક દ્વારા બાળકીઓને તેડીને શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજના આધારે પોલીસે ગુનો દાખલ કરીને 26 વર્ષીય નરાધમને પકડીને જેલમાં ધકેલ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 2 જાન્યુઆરીના રોજ ઉન પાટીયા વિસ્તારમાં કેટલાક બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા. આ સમયે એક યુવક ત્યાં આવ્યો હતો, જેણે ત્યાં રમતી બે બાળકીઓને રમાડવાના બહાને તેડી લીધી હતી. જે બાદ બન્ને સાથે શારીરિક અડપલા કર્યા હતા.

આ મામલે બાળકીઓના પરિવારને જાણ થતાં ત્યાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં યુવકની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આખરે સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ મથકે પહોંચ્યો હતો.

ભેસ્તાન પોલીસે તપાસના અંદે મોહમ્મદ નાઝીર અન્સારી (26) નામના યુકને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંચા ખાતામાં નોકરી કરતો હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ BNS અને પોસ્કો એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.