Surat: ઉધનાના એ.પી. માર્કેટમાં સ્લેબ ધરાશાયી, ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ હેઠળ દબાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ

બપોરે સાડા 12ના અરસામાં કોલ મળતા ઉધના, માન દરવાજા અને મજૂરા ફાયર સ્ટેશનની ગાડી તેમજ પોલીસનો કાફલો દોડતો ઘટના સ્થળે પહોંચ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Jul 2025 06:55 PM (IST)Updated: Wed, 02 Jul 2025 06:55 PM (IST)
surat-news-ap-market-slab-collapse-in-udhana-one-injured
HIGHLIGHTS
  • ઈજાગ્રસ્ત યુવકને PCR વાનમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો
  • હાલ માર્કેટમાં ડિમોલિશનનું કામકાજ ચાલી રહ્યું છે

Surat: સુરતના ઉધના બસ ડેપોની બાજુમાં આવેલા એ.પી.માર્કેટમાં રીપેરીંગનું કામ ચાલતું હતું, આ દરમ્યાન ત્રીજા માળનો સ્બેલ બીજા માળે ધરાશાયી થયો હતો. જેમાં એક વ્યક્તિને પગમાં ઈજા થઇ હતી. જયારે ત્યાં કામ કરતો એક વ્યક્તિ કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી ફાયર વિભાગ દ્વારા તે યુવકનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ફાયર ઓફિસર જયદીપ ઈસરાણીએ જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં બસ ડેપોની બાજુમાં એ.પી.માર્કેટ આવેલી છે. જેમાં આજે અમને બપોરે 12.30ની આસપાસ કોલ મળ્યો હતો. જેથી ઉધના, માનદરવાજા અને મજૂરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે આવી હતી. જ્યાં ત્રીજા અને બીજા માળે સ્લેબ તૂટી પડ્યો હતો.

જેમાં સ્લેબના કાટમાળ હેઠલ એક વ્યક્તિ દબાઈ ગયો હતો અને હાલ માર્કેટમાં ડિમોલિશનનું કામ ચાલુ જ હતું. SMC દ્વારા નોટીસ અપાઈ હતી અને અત્યારે માર્કેટ બંધ હતી. જે વ્યક્તિ દબાયેલો હતો તેને અમે ભારે જહેમત બાદ બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના બસ ડેપોની બાજુમાં એ.પી.માર્કેટ છે ત્યાં કામ કરતા મજૂરો ઉપર સ્લેબ પડ્યો હતો. રીપેરીંગ ચાલતું હતું ત્યાં જ સ્લેબ પડી ગયો હતો. જેમાં નીતિન નામના મજૂરને થોડી ઈજા વધારે થઇ છે બંને વ્યક્તિઓને પોલીસની પીસીઆરવાનમાં લઇ જઈ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે