Surat News: પલસાણા તાલુકાના જોળવા ગામે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે શંકાસ્પદ ઘી તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ 14.48 લાખનો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં નકલી સાબુ, સફાઈ લિકવીડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ આવી છે. ત્યારે હવે ફરી એકવાર પલસાણા તાલુકાના જોળવા ખાતે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. જોળવા ગામની સીમમાં આવેલ મારુતિ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેકટરીમાં પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે ત્યાં તપાસ કરતા લેબલ વગરના અલગ અલગ પૂઠાના બોક્ષમાં રહેલા ડબ્બીઓમાં તથા પતરાના ડબ્બાઓમાં શંકાસ્પદ ઘી જેવું પ્રવાહી ભરેલું હોય તે તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ 14,48,740 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
