Surat News: સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે હોટલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું, આરોપી પર ગંભીર આક્ષેપ

સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 23 Mar 2026 01:03 PM (IST)Updated: Mon, 23 Mar 2026 01:09 PM (IST)
surat-news-accused-lured-a-minor-girl-into-a-love-trap-took-her-to-a-hotel-and-raped-her
HIGHLIGHTS
  • સુરતમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની
  • આરોપીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
  • ઈચ્છાપોર પોલીસે આરોપીને ઝડપી લીધો

Surat: સુરતમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે એક યુવકે ઈન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવી હતી. જે બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

ઉપરાંત આરોપી મોબાઈલ ફોનમાં સગીરા પાસે ન્યુડ ફોટો પણ મંગાવતો હતો. આ સમગ્ર મામલો ઈચ્છાપોર પોલીસ મથકે પહોચ્યો હતો, જેમાં ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આરોપીએ ઇન્સ્ટાગ્રામ દ્વારા સગીરાને ફસાવી

મળતી માહિતી મુજબ, સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સગીરા માર્ચ-2025માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ મોહમ્મદ જાવેદ પઠાણ નામના યુવકનાં સંપર્કમાં આવી હતી. આ યુવકે સગીરા સાથે મિત્રતા બાંધીને પ્રેમજાળમાં ફસાવી હતી.

આરોપી સગીરાના ઘર પાસે આંટાફેરા મારતો હતો. આરોપી સાથે પ્રેમ સબંધની જાણ થતા પરિવારે સગીરાને ઠપકો આપીને મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ કરાવ્યો હતો. તો આરોપી સાજીદે સગીરાના ભાઈને ઉચકાવીને ગમે ત્યા ફેંકાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી.

આરોપીએ હોટલમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું

આરોપીએ સગીરાને મોબાઈલ ફોન અપાવ્યો હતો. તેમજ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી મોબાઈલ ફોનમાં ન્યુડ ફોટો મંગાવતો હતો. આરોપીએ પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર મામલો ઈચ્છાપોર પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. ત્યારે આરોપી યુવક ટ્રક અને કાચની દુકાનમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.