Surat: નાના બાળકને એકલું રમતા મૂકીને બીજા કામમાં વ્યસ્ત થઈ જતાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો શહેરની ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં 2 વર્ષનું બાળક રમતા-રમતા ચોથા માળેથી નીચે પટકાયું હતુ, જેમાં તેનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ સંતોક પાર્ક સોસાયટીમાં રાજનસિંહ પોતાના પરિવાર સાથે રહે છે. જેમને સંતાનમાં એક દીકરી અને 2 વર્ષ 10 મહિનાનો એક પુત્ર છે.
ગઈકાલે રાજનસિંહ કામ પર ગયા હતા. આ સમયે તેમને 2 વર્ષીય બાળક ઘરમાં રમી રહ્યો હતો, ત્યારે તે રમતા-રમતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે રોડ પર પટકાયો હતો. જેના પહલે બાળકને ગંભીર ઈજા થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 12 કલાકની સારવારના અંતે બાળકનું મોત નીપજ્યુ હતુ.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતના ડીંડોલીમાં રમતા-રમતા ચોથા માળેથી પટકાયેલા 2 વર્ષના માસૂમનું મોત #Surat #SuratNews #Gujarat #CCTV #cctvfootage pic.twitter.com/vjfKbWot9H
— Gujarati Jagran (@gujaratijagran) October 17, 2024
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં બાળકને ઉપરથી નીચે પટકાતુ જોઈ શકાય છે. આ સમયે રોડ પર ઉપસ્થિત અન્ય લોકો તાત્કાલિક બાળકની નજીક દોડતા આવે છે. હાલ તો દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
