સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમે મેળવ્યો કાબૂ

સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની ICU ઈમારતમાં રેકોર્ડ સેક્શનની ઇલેક્ટ્રિક કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 02:28 PM (IST)Updated: Sat, 24 Oct 2026 02:28 PM (IST)
surat-new-civil-hospital-fire-short-circuit-record-section

Surat New Civil Hospital Fire:  સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેકોર્ડ સેક્શનની કામગીરી દરમ્યાન શોર્ટ સર્કીટથી આગ લાગી હતી. આગ લાગતા ત્યાં ધુમાડો ફેલાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યાં કોઈ દર્દી ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઇ નથી.

ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

મળતી માહિતી મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી બિલ્ડિંગ (NICU વોર્ડ) માં પહેલા માળે સેન્ટ્રલાઈઝ AC ડકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જ્યાં PIU ના વર્કરો કામ કરતા હતા, આગના કારણે ત્યાં ધૂમાડો ફેલાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાં કોઈ દર્દી ન હતા આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

6 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેકોર્ડ સેક્શનની પીઆઈયુ ઇલેક્ટ્રિકની કામગીરી ચાલતી હતી. ત્યાં રેકોર્ડ સેકશન ડેવલપ કરવાનું છે. ત્યાં ડકથી કટિંગ કરતા શોર્ટ સર્કીટ થયુંને આગ લાગી છે, હાલ 6 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ છે, હાલ આગ પર કાબુ મેળવ્યો છે, ત્યાં કોઈ દર્દી ન હતા, ત્યાં રેકોર્ડ સેક્શન શિફ્ટ કરવાનું હતું અને ત્યાં કામગીરી ચાલતી હતી. કોઈ જાનહાની નથી, ત્યાં ભવિષ્યમાં રેકોર્ડ સેકશન આવવાનું છે એટલે ઇલેક્ટ્રિકની કામગીરી ચાલતી હતી.

એસીમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી

 

નવી સિવિલ હોસ્પિટલ ફિઝિયોથેરાપી બિલ્ડિંગ (NICU વોર્ડ) માં પહેલા માળે સેન્ટ્રલાઈઝ AC ડક માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં PIU ના વર્કરો કામ કરતા હતા, જ્યાં કોઈ જાનહાનિ થઈ નથી. આ કામગીરીમાં મજુરા, નવસારી બજાર, માનદરવાજા, ઉધના ફાયર ટીમે કામગીરી કરી હતી.