દિવાળી પહેલાં સુરતના 10 લાખ રત્નકલાકારો માટે બોનસ-ઓવરટાઈમની માગ, કલેક્ટરને અપાયું આવેદન

સુરતમાં 8થી 10 લાખ રત્નકલાકારોને દિવાળી પહેલાં બોનસ અને ઓવરટાઈમનું ચુકવણું મળે તે માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે કલેક્ટરને આવેદન આપ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 03:18 PM (IST)Updated: Sat, 24 Oct 2026 03:18 PM (IST)
surat-diamond-workers-diwali-bonus-overtime-payment-demand

Surat News: સુરત શહેરના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્નકલાકારોને દિવાળીના તહેવાર ટાણે ઓવરટાઈમ તેમજ બોનસ ચૂકવવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટર ઉપરાંત ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર વિભાગ ડેપ્યૂટી કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે.

સુરતમાં 10 લાખ રત્નકલાકારો કાર્યરત

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, સુરતના હીરા ઉઘોગમાં આશરે 8 થી 10 લાખ રત્નકલાકારો કામ કરે છે. દિવાળીના તહેવારોની અંદર લેબગ્રોન ડાયમંડ, રિયલ ડાયમંડ અને CVD ડાયમંડની અંદર ઇન્ટરનેશનલ માર્કેટની અંદર થોડીક મુવમેન્ટ શરુ થઈ છે. ત્યારે અમુક અમુક કંપનીઓ ઓવર ટાઈમ કરાવવા લાગી છે.

ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટર સમક્ષ મૂકી માગ

આ કંપનીઓ રત્નકલાકારોને ઓવરટાઈમ અને બોનસના પૈસા આપે છે. તે અંગે તપાસ કરવા માટે સુરત શહેર કલેક્ટર, લેબર ડેપ્યૂટી કમિશનર અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આગળ ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, સુરતમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો કામ કરે છે. પરંતુ મજૂર કાયદા પ્રમાણે ઓવરટાઈમ અને બોનસનો પગાર મળે છે કે કેમ? તેની તપાસ કરવા કરવામાં આવે.

બોનસ ન આપતી કંપનીઓ સામે કડક પગલાંની માંગ

વધુમાં તેઓએ કહ્યું કે, જો તપાસમાં કંપનીઓ રત્નકલાકારોને બોનસ કે ઓવરટાઈમનો પગાર નહીં આપતી હોય તો તેમની સામે કડક પગલાં લેવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી છે .