સુરતમાં હત્યાના ગુનામાં 9 મહિનાથી ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો, પોલીસે પણ ડિલિવરી બોય બનીને ઝડપ્યો

તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપી તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેર માધાપુર ખાતે ઝેપટો કંપનીમાં ડિલીવરી બોય તરીકે કામ કરે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 03 Feb 2026 03:58 PM (IST)Updated: Tue, 03 Feb 2026 03:58 PM (IST)
surat-murder-case-accused-absconding-for-9-months-arrested-from-hyderabad

Surat News: સુરતના લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ખૂનના ગુનામાં લાજપોર જેલથી વચગાળાના જામીન ઉપરથી છૂટી 9 મહિનાથી ફરાર આરોપીને લીંબાયત પોલીસની ટીમે તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરથી પકડી પાડ્યો છે. આરોપી ડીલેવરી બોય તરીકે કામ કરતો હતો જેને પકડવા પોલીસે પણ ડીલેવરી બોયનો પહેરવેશ ધારણ કરી આરોપીને ઝડપ્યો હતો.

મળતી માહિતી મુજબ વર્ષ 2022 માં સુરતના લિંબાયત પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી સાંઈ ગણેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી શ્રી નિવાસ સતૈયા કન્ના લાજપોર જેલમાંથી ગત 3/04/2025 થી 10 દિવસની મુદતના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો અને બાદમાં સમયસર જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો.

આરોપી છેલ્લા 9 મહિનાથી નાસ્તો ફરતો હતો. દરમ્યાન આરોપીને પકડવા માટે લિંબાયત પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપી તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેર માધાપુર ખાતે ઝેપટો કંપનીમાં ડિલીવરી બોય તરીકે કામ કરે છે.

જેથી લિંબાયત પોલીસની એક ટીમ આરોપીને પકડવા માટે ત્યાં પહોંચી હતી. પોલીસે પણ પોલીસ તરીકેની પોતાની ઓળખ છતી ન થાય એ માટે ઝેપટો કંપનીના કુરિયર બોયનો વેશ ધારણ કર્યો હતો અને આરોપીની વોચમાં રહી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. લિંબાયત પોલીસની ટીમ આરોપીને પકડીને સુરત લાવી હતી અને આરોપીનો કબજો લાજપોર જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો.

સુરતમાં રિક્ષાના ₹2 લાખ માટે પુત્રના હાથે પિતાની હત્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. એક નરાધમ પુત્રએ પોતાના પિતા પાસે રીક્ષા ખરીદવા માટે ૨ લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે પિતાએ રૂપિયા નહી આપતા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે. હૃદયદ્રાવક વાત એ છે કે જ્યારે પુત્ર પિતાને મારી રહ્યો હતો, ત્યારે બિહારમાં રહેતો મોટો પુત્ર વીડિયો કોલ પર પિતાનો જીવ બચાવવા કરગરી રહ્યો હતો.