SMC Clerk Recruitment 2026: સુરત મનપા ક્લાર્કની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર, આ ત્રણ શહેરોમાં યોજાશે પરીક્ષા

આ લેખિત પરીક્ષા આગામી 11 ઓક્ટોબર, 2026 ના રોજ સુરત, અમદાવાદ અને રાજકોટ શહેરમાં યોજાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 17 Sep 2026 01:15 PM (IST)Updated: Thu, 17 Sep 2026 01:15 PM (IST)
surat-municipal-corporation-class-3-clerk-recruitment-exam-date-rajkot-ahmedabad
SMC Clerk Recruitment 2026 

SMC Clerk Recruitment 2026 Exam Date: સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે પૈકી ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી માટે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા આગામી 11 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા સુરત, રાજકોટ અને અમદાવાદ શહેર ખાતે યોજાશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે માર્ચ મહિનામાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે પૈકી ત્રીજી શ્રેણી ક્લાર્કની લેખિત પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ લેખિત પરીક્ષા આગામી 11 ઓક્ટોબર, 2026 ના રોજ સુરત, અમદાવાદ અને રાજકોટ શહેરમાં યોજાશે.

આ યોજાનાર લેખિત પરીક્ષા સંદર્ભે પરીક્ષાનો સેલેબ્સ, પરીક્ષા અન્વયે ઉમેદવારો માટેની સૂચના [FAQs] વગેરે સુરત મહાનગરપાલિકા વેબસાઈટ પર અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત આ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રનું સ્થળ, સમય વિગેરે માહિતી ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મારફતે જણાવવામાં આવશે.