સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ, ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ, 3 દિવસ ચાલશે

આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવામાં આવશે. આજથી સેન્સ પ્રકિયા શરુ થતા ઉધના સ્થિત ભાજપ કાર્યાલયે દાવેદારોની ભીડ જામી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 01 Apr 2026 12:22 PM (IST)Updated: Wed, 01 Apr 2026 12:24 PM (IST)
surat-local-body-elections-bjp-begins-3-day-sensitization-process-in-udhna

Surat News: આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે.

naidunia_image

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગશે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સુરતમાં આગામી 3 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલશે. આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવામાં આવશે. આજથી સેન્સ પ્રકિયા શરુ થતા ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાયોડેટા સાથે કાર્યાલય પર ઉમટી પડ્યા છે.

naidunia_image

શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે 12 વોર્ડની ટોટલ 4 ટીમ અને દરેક ટીમમાં 3 સભ્યો છે અને સવારે 10 થી રાતે 10 વાગ્યા સુધી દરેક કાર્યકર્તા પોતાની વાત રજુ કરી શકે એવી સુરત મહાનગરમાં વ્યવસ્થા કરવામાં આવી છે, આજે નિરિક્ષકો આવી ગયા છે.

ઉલ્લેખનીય છેકે, છેલ્લા કેટલાક દિવસથી રાજ્ય ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને એક્શન મોડમાં તૈયારી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને હવે અંતિમ મતદાર યાદી રજૂ કરવામાં આવશે. જે રજૂ કરવામાં આવ્યા બાદ આગામી બેથી ત્રણ દિવસની અંદર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગર પાલિકા, નગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવશે.