Surat: કામરેજમાં ધોળા દિવસે કારનો કાચ તોડી રુ. 1 લાખની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં શોપિંગ સેન્ટર બહાર ધોળા દિવસે પાર્ક કરેલી કારમાંથી કાચ તોડી અજાણ્યા શખ્સે રુ 1 લાખની ચોરી કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 04 Apr 2026 02:30 PM (IST)Updated: Sat, 04 Apr 2026 02:55 PM (IST)
surat-kamrej-car-glass-break-theft-1-lakh-cctv-footage-shopping-center

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં શોપિંગ સેન્ટર બહાર ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. અજાણ્યો શખ્સ ગણતરીની મિનિટોમાં કારનો કાચ તોડી 1 લાખની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો.આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

અજાણ્યો ઈસમે કારમાંથી ચોરી કરી

મળતી માહિતી મુજબ, કામરેજ સ્થિત કર્મેશ્વર શોપિંગ સેન્ટરની બહાર એક કાર પાર્ક કરવામાં આવી હતી. દરમ્યાન એક અજાણ્યા તસ્કરે આ કારને નિશાન બનાવી હતી. તસ્કરે અત્યંત ચાલાકીથી અને ગણતરીની મિનિટોમાં જ કારનો કાચ તોડી નાખ્યો હતો અને અંદર રાખેલા ₹1 લાખની રોકડની ચોરી કરી પળવારમાં ગાયબ થઈ ગયો હતો.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

આ સમગ્ર ઘટના શોપિંગ સેન્ટરના CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, અજાણ્યો ઇસમ કાર પાસે આવે છે અને આસપાસ નજર રાખીને ચોરીની ઘટનાને અંજામ આપે છે. કાચ તૂટતાની સાથે જ ગઠિયાએ કારમાં રાખેલી રૂ. 1 લાખ રોકડ ભરેલી બેગ લઈ લીધી હતી. ગણતરીની મિનિટોમાં જ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે તપાસ હાથ ઘરી

ચોરીની જાણ થતા જ ભોગ બનનાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કામરેજ પોલીસે CCTV ફૂટેજ કબજે કરી તસ્કરનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.