સુરતમાં ગોલ્ડ ઘારીનું આકર્ષણઃ 1 કિલોના ભાવ રૂ. 21 હજાર છતાં દેશ-વિદેશમાં ભારે ડિમાન્ડ, 'ચંદી પડવા' માટે એડવાન્સ બુકિંગ શરૂ

ચંદી પડવાના તહેવાર નિમિત્તે સુરતમાં ઘારીની ખરીદીનો માહોલ જામ્યો છે, જેમાં ગોલ્ડ ઘારી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. શુદ્ધ સોનાના વરખથી બનેલી આ ઘારીની કિંમત રૂ. 21 હજાર પ્રતિ કિલો છે અને તેની દેશ-વિદેશમાં ભારે માંગ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Oct 2026 07:18 PM (IST)Updated: Sat, 24 Oct 2026 07:18 PM (IST)
surat-gold-ghari-price-reaches-rs-21000-per-kg-ahead-of-chandi-padvo-demand-soars

Surat Gold Ghari Price: 'ચંદી પડવા'ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં ઘારીની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. સુરતમાં ચંદી પડવાના દિવસે ઘારી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને શહેરની મીઠાઈની દુકાનોમાં વિવિધ ફ્લેવરની ઘારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે વિવિધ સ્વાદની ઘારીની સાથે ગોલ્ડ ઘારી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. શુદ્ધ સોનાના વરખથી તૈયાર થતી આ ઘારીની એક કિલોની કિંમત રૂ. 21 હજાર છે.

સુરતના મીઠાઈની દુકાનોમાં સ્ટ્રોબેરી નટ્સ ઘારી, સ્વિસ ચોકલેટ નટ્સ ઘારી, બ્લૂબેરી ઘારી, કલકત્તી પાન મસાલા ઘારી, માવા ઘારી, કાજુ મેંગો ઘારી તથા અંજીર અખરોટ ઘારી સહિતની વિવિધ ફ્લેવરની ઘારી ઉપલબ્ધ બની છે. પરંપરાગત સ્વાદની સાથે નવીન ફ્લેવરની ઘારી પણ ગ્રાહકોને આકર્ષી રહી છે.

સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતાઃ ઓનલાઈન ફ્રોડ આચરતી ઈન્ટરનેશનલ ગેંગ સાથે સંકળાયેલા 2 ગઠિયા ઝડપાયા, રૂ. 410 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો

જો કે આ તમામ વેરાયટી વચ્ચે ગોલ્ડ ઘારી લોકોમાં વિશેષ ચર્ચાનું કેન્દ્ર બની છે. શુદ્ધ સોનાના વરખથી તૈયાર થતી આ ઘારીની એક કિલોની કિંમત રૂ. 21 હજાર છે. તહેવારને લઈને દેશ-વિદેશમાં આ ગોલ્ડ ઘારીનું ખુબ વેચાણ થાય છે.

24 કેરેટ મીઠાઈના મેનેજર પ્રદીપભાઈના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચંદી પડવા નિમિત્તે કુલ 17 પ્રકારની ઘારી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાસ ગોલ્ડ ઘારી પણ બનાવવામાં આવી છે. આ ઘારીમાં ઉચ્ચ ગુણવત્તાનાં સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સની સાથે શુદ્ધ સોનાના વરખનો ઉપયોગ કરવામાં આવે છે. તેની વિશેષ બનાવટ અને સોનાના વરખને કારણે આ ઘારી ગ્રાહકોમાં આકર્ષણ જમાવી રહી છે.

ગોલ્ડ ઘારીનું વેચાણ સુરત શહેર ઉપરાંત દેશના અન્ય વિસ્તારો અને વિદેશમાં પણ થાય છે. ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને વિવિધ ફ્લેવરની ઘારીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

ચંદી પડવાના તહેવારને લઈને મનપાનું આરોગ્ય વિભાગ એકશનમાં, ઘારીના ૧૨ નમૂના લેવાયા

આગામી ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણનું ઉત્પાદન તથા વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે ઘારીના 12 અને ફરસાણના 7 મળી કુલ 19 નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ ગત 22 ઓક્ટોબરના રોજ લેવાયેલા દૂધના માવાના 15 નમૂના પૈકી એક નમૂનો ધારા ધોરણ મુજબ ન હોવાનું જાહેર થયું છે