MrBeast Surat Girl News: 'અડગ મનના માનવીને પહાડ પણ રોકી શકતો નથી' આ કહેવતને સુરતની દીકરી માયા ગુપ્તાએ સાર્થક કરી છે. સુરતની દીકરીએ અશક્ય લાગતું સ્વપ્ન જોઉં હતું દુનિયાના સૌથી મોટા યુટ્યુબર મિસ્ટર બિસ્ટને મળવાનું. આ માટે માયા ગુપ્તાએ અશક્ય લાગે તેવું કામ કરી બતાવ્યું હતું. જેથી તેને દુનિયામાં સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતા યુટ્યુબર મિસ્ટર બિસ્ટને મળવાનો ચાન્સ મોકો મળ્યો હતો. આ ખુશીની પળમાં યુવતીની આંખો હરખ અને ખુશીના આંસુથી છલકાઈ હતી.
કોણ છે માયા ગુપ્તા?
સુરત શહેરના રાંદેરમાં મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી માયા ભાડાના મકાનમાં રહીને આર્થિક તંગી વચ્ચે માતા પિતા સાથે રહે છે. માતા અને પિતા બંને શાકભાજી વેચવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. માયા સોશિયલ મીડિયા પર મિસ્ટ બિસ્ટના સેવાકીય કાર્યોના વીડિયો જોતી. જેથી તેના મનમાં આની ઉંડી છાપ પડી હતી. આથી તેને પણ મનમાં થયું કે, તે પોતે જરુરિયાતમંદ અને ગરીબોની મદદ કરે. આ સાથે જ તેના મનમાં મિસ્ટર બિસ્ટને મળવાનું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતુ જોકે, તેણે આ સ્વપ્ન સાકાર કરીને સુરતનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું.
યુવતીએ ઉપાડ્યો અનોખો પડકાર
સુરતના રાદેર વિસ્તારમાં રહેતી યુવતી માયા ગુપ્તા સોશિયલ મીડિયા પર 'માયા ફોર બિસ્ટ 'નામનું એકાઉન્ટ ચલાવે છે. તે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. ભાડાના મકાનમાં રહેતી માયાએ સતત 365 દિવસ સુધી લોકોની સેવા કરવાનો અનોખો પડકાર ઉપાડ્યો હતો. ભાડાના ઘરમાં રહેતી માયાએ સતત 365 દિવસ સુધી એક અનોખો પડકાર ઉપાડ્યો હતો. તે અનાથ અને જરુરિયાતમંદ બાળકો પાસે જઈને ક્યારે ગરમ ભોજન અને નાસ્તો, તો ક્યારેક સ્કૂલ બેગ, પુસ્તકો અને રમકડા લઈ જઈને જતી હતી. આ ખર્ચ યુવતી પોતાની બચતની રકમમાંથી કરતી હતી.
માયાને મિસ્ટર બિસ્ટે સામેથી કર્યો મેસેજ
જ્યારે પણ યુવતી પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતીં તો તેની સાથે મિસ્ટર બિસ્ટને ટેગ કરતી હતી. સાથે જ વિનંતી કરતી કે, એક દિવસ મિસ્ટર બિસ્ટ આ સેવાકીય પ્રયાસોને જોઈને રિપ્લાય આપે. 365 દિવસ સુધી માયા આમ જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી હતી. જેથી આખરે તેની મહેનત, સેવા અને સમર્પણ રંગ લાવ્યા હતા. જ્યારે વિશ્વના સૌથી મોટા યુટ્યુબર મિસ્ટર બિસ્ટરની નજર માયા પર પડી હતી. માયાની મહેનત અને સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઈને મિસ્ટર બિસ્ટે જાતે માયાને ઇન્સ્ટાગ્રમ પર મેસેજ કરીને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
મિસ્ટર બિસ્ટને જોતાં માયા થઈ ભાવુક
જ્યારે માયાએ મહત્વની ક્ષણની રાહ જોતી મિસ્ટર બિસ્ટને મળી હતી. ત્યારે તે અચાનક જ ભાવુક થઈને રડી પડી હતી. મિસ્ટર બિસ્ટે પણ સ્નેહપૂર્વક માયાને ગળે લગાવીને પ્રોત્સાહિત કરી હતી. તેમજ તેની કામગીરીને બિરદાવી હતી. આટલું જ નહીં મિસ્ટર બિસ્ટ દ્વારા માયા વધારેને વધારે સેવાકીય કામગીરી કરે તે માટે 10 હજાર અમેરિકન ડોલર ભેટ સ્વરુપે આપ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.
