સુરતમાં પ્રી-નવરાત્રીમાં ગીતા રબારીના તાલે ઘેલા થયા સુરતીઓ: ગ્રાઉન્ડ હાઉસફુલ થતાં બેરિકેટ તૂટ્યો, Video

સુરતમાં યોજાયેલ પ્રી-નવરાત્રીમાં ગાયિકા ગીતા રબારીના ગરબા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે ભીડને કારણે ગ્રાઉન્ડ હાઉસફુલ થયું અને બેરિકેટ તૂટવાનો બનાવ બન્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 03:06 PM (IST)Updated: Sat, 10 Oct 2026 03:06 PM (IST)
surat-geeta-rabari-pre-navratri-garba-crowd-barricade-broke-viral-video

Surat News: 11 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં ગતરોજ પ્રી-નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા આયોજનમાં લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીના તાલે સુરતીઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. ગીતાબેન રબારીને સાંભળવા અને ગરબે ઘૂમવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ જામતાં આખું ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયું હતું.

ગીતા રબારીના પ્રોગ્રામમાં લોકોની ભીડ

નવરાત્રિની શરુઆત પહેલા જ ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ગતરોજ પ્રી-નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લોકપ્રિય ગાયિકા ગીતા રબારીના સુરીલા અવાજે ગરબા ગ્રાઉન્ડમાં ભારે રમઝટ બોલાવી હતી. ગીતા રબારીને સાંભળવા અને તેમના તાલ પર ગરબે ઘૂમવા માટે સુરતીઓ મોટી સંખ્યામાં ઊમટી પડતાં આખું ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયું હતું.

ભારે ભીડ થતાં સિક્યુરિટી સ્ટાફ દોડતો થયો

ગાયિકાની એક ઝલક મેળવવા તેમજ ફોટો-વિડિયો ક્લિક કરવા માટે ઉત્સાહી ચાહકોની ભીડ સ્ટેજ સુધી ધસી આવી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે સિક્યોરિટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને લોકોને સ્ટેજથી દૂર ખસેડવા પડ્યા હતા. ગરબા ડોમમાં ભીડ વધી જતા બે્રિકેટ તૂટી ગયો હતો. લોકોની ભીડનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગીતા રબારીએ લોકોને પ્રેમ જોઈ સેલ્ફી ખેંચી

બેરિકેટ તૂટી જતાં આગળ ઉભેલાં અનેક લોકો સંતુલન ગુમાવી નીચે પટકાયા હતા. જ્યારે પોતાના ચાહકોનો આટલો પ્રેમ જોઈને ગીતા રબારીએ પણ સ્ટેજ પરથી ખેલૈયાઓનો મોબાઇલ હાથમાં લઈને સેલ્ફી ખેંચીને ચાહકોને ખુશ કરી દીધા હતા.