સુરતમાં 2006ના પૂર બાદ શરૂ થયેલી અનોખી પરંપરાઃ આ વર્ષે તાપી નદીમાં 'કૃષ્ણ જન્મોત્સવ'ની થીમ પર શ્રીજીની સ્થાપના, જુઓ VIDEO

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન તાપી નદીમાં શ્રીજીની સ્થાપના કરવાની અનોખી પરંપરા 2006ના પૂર બાદ ચાલતી આવી છે. આ વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવની થીમ પર આધારિત ગણેશજીની પ્રતિમા સ્થાપવામાં આવી છે, જે ભક્તો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Sep 2026 09:45 PM (IST)Updated: Tue, 15 Sep 2026 09:45 PM (IST)
surat-ganesh-utsav-2026-lord-ganesha-idol-installed-in-tapi-river-with-krishna-janmotsav-theme

Surat Ganesh Utsav 2026: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ત્યારે સુરતમાં આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. સુરતમાં તાપી નદીમાં ગણપતિ બાપ્પાની સ્થાપના થાય છે.

વર્ષ 2006માં આવેલા પૂર બાદ શ્રીજીની સ્થાપના તાપી નદીમાં કરવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવની થીમ પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.


સુરત : તાપી નદીમાં બિરાજ્યા શ્રીજી

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ત્યારે સુરતમાં આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. સુરતમાં તાપી નદીમાં ગણપતિ બાપ્પાની સ્થાપના થાય છે.

વર્ષ 2006માં આવેલા પૂર બાદ શ્રીજીની સ્થાપના તાપી નદીમાં કરવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવની થીમ પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

ગણેશોત્સવ નિમિત્તે અલગ-અલગ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવે છે, ત્યારે સુરતમાં તાપી નદીની વચ્ચોવચ્ચ સ્થાપના કરવામાં આવેલ શ્રીજીની પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

હકીકતમાં 2006માં તાપી નદીમાં પૂર આવ્યું, ત્યાર બાદ નદીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ આજદિન સુધી તાપી નદીમાં દર વર્ષે અલગ-અલગ થીમ પર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.

આ વર્ષે કૃષ્ણજન્મોત્સવ થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ બાદ જયારે પિતા વાસુદેવ તેમને ટોપલામાં મૂકીને યમુના નદી પાર કરે છે, તે દ્રશ્યની થીમ પર શ્રીજીની તાપી નદીમાં સ્થાપના કરવામાં આવી છે.

રાંદેર વિસ્તારમાં આવેલા પાંચ પીપળા મહોલ્લાના માછીમાર સમાજ દ્વારા તાપી નદીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. સુરત શહેરને વિનાશક પૂરથી બચાવવા માટે સ્થાનિક સમાજે બાધા રાખી હતી, જે આજે પણ નિભાવવામાં આવી રહી છે. તાપી નદીમાં બિરાજેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.