Surat: કડોદરા હાઈવે પર કન્ટેનરમાં ભીષણ આગ,શોર્ટ સર્કિટથી ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ; બીલીમોરા ખાતે શિપયાર્ડમાં આગનો બનાવ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. મુંબઈથી અમદાવાદ તરફ જતા રસ્તે કડોદરા ઓવરબ્રિજ પર પાર્સલ લઈ જતું કન્ટેનર અચાનક સળગી ઉઠ્યું હતું.
બીલીમોરામાં આવેલા શિપયાર્ડમાં આગની ઘટના બની હતી અહીં બે હોડીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી આગ પ્રસરી જતા ધુમડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
મળતી માહિતી મુજબ કડોદરા ખાતે હાઈવે પર આ ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ ડીઝલ ટાંકી સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. અને આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પલસાણા અને કડોદરા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. મહારાષ્ટ્ર તરફથી આવી રહેલું આ કન્ટેનર આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેને કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
તો બીલીમોરામાં આવેલા શિપયાર્ડમાં આગ લાગી ગયી હતી. આગ પ્રસરી જતા બે જેટલી નિર્માણાધિન હોડીઓ આગની ઝપેટમાં આવી ગયી હોવાનું જાણવા મળ્યું હતું. આગ પ્રસરી જતા ત્યાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ ત્યાં પોલીસ પણ પહોંચી હતી. આગનું કારણ હાલ સામે આવ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
