સુરતમાં શ્રમિકોનું મહાઆંદોલનઃ રવિવારની રજા અને 8 કલાકની નોકરીની માગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા, પોલીસે ડિટેઇન કર્યા

સુરતમાં શ્રમિકો દ્વારા રવિવારની રજા અને 8 કલાકની નોકરીની માગ સાથે આજે આંદોલન કર્યું હતું. કલેકટર કચેરીએ શ્રમિકો એકઠા થયા હતા દરમ્યાન પોલીસ દ્વારા કારીગરોની અટકાયત શરુ કરવામાં આવી છે. યુનિયન નેતાઓની પણ અટકાયત કરાઈ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 15 Oct 2026 11:50 AM (IST)Updated: Thu, 15 Oct 2026 11:59 AM (IST)
surat-embroidery-workers-chased-and-detained-during-mega-protest

Surat Embroidery Workers Protest: સુરતમાં આજે એમ્બ્રોડરીના શ્રમિકો દ્વારા રવિવારની રજા અને 8 કલાકની નોકરીની માંગ સાથે મહાઆંદોલન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રમિકો એકઠાં થતાં પોલીસ પહોંચી હતી. શ્રમિકો અને યુનિયન નેતાઓ કલેક્ટર કચેરી પહોંચે એ પહેલા જ પોલીસે કાર્યવાહી કરી હતી અને પ્રદર્શનકારી શ્રમિકો તથા યુનિયન નેતાઓને ડિટેઇન કર્યા હતા. પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, 60થી 70 જેટલા શ્રમિકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. 

 યુનિયન નેતાઓની પણ અટકાયત કરવામાં આવી

સુરતમાં શ્રમિકો દ્વારા રવિવારની રજા અને 8 કલાકની નોકરીની માગ સાથે આજે આંદોલન કર્યું હતું. કલેકટર કચેરીએ શ્રમિકો એકઠા થયા હતા. દરમ્યાન પોલીસ દ્વારા કારીગરોની અટકાયત શરુ કરવામાં આવી છે. કામદારો પહોંચે તે પહેલા કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત યુનિયન નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે. કારીગરોએ જણાવ્યું કે કલેકટર કચેરીએથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનું પાલન થતું નથી.

naidunia_image

એમ્બ્રોડરીના કારીગર વિનયએ જણાવ્યું હતું કે અમારું આંદોલન એટલા માટે છે કે રવિવારે રજા મળવી જોઈએ, શેઠ કહે છે કે રવિવારે આવો, અમારી જે માંગણીઓ છે તે કોઈ સાંભળતું નથી, અમારા યુનિયનના નેતાઓને રાતે પોલીસે અટકાયત કરી લીધી હતી, અમે કલેકટર ઓફિસે આવ્યા છીએ.

naidunia_image

રવિવારે રજા અને 8 કલાકની નોકરી હોવી જોઈએઃ શ્રમિક

શ્રમિક રવીન્દ્ર કુમારએ જણાવ્યું હતું કે અમે રવિવારની રજાની માંગને લઈને અહિયાં આવ્યા હતા, પણ પોલીસ વાળા અમને મારીને ભગાવી રહ્યા છે, એવી એવી જગ્યાએ મારી રહ્યા છે કે અમે બતાવી પણ શકતા નથી, અમારી માંગ છે કે રવિવારે રજા અને 8 કલાકની નોકરી હોવી જોઈએ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે કલેકટર કચેરીએથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનું પાલન થતું નથી, કારીગરો પરિવાર કે બાળકોને સમય પણ આપી શકતા નથી, 12 કલાક 365 દિવસ નોકરી કરીએ છીએ વિચારો કે કેવી હાલત થતી હશે. તેમણે આક્ષેપ કર્યો કે શેઠને રજૂઆત કરીએ છીએ તો કહે છે કે કામ કરવું હોય તો કરો નહી તો નોકરી પરથી કાઢી મુકીશ.

naidunia_image

60થી 70 શ્રમિકોને ડિટેઇન કરાયા

ડીસીપી રાજેશ પરમારએ જણાવ્યું હતું કે કલેકટર કચેરીએ મજદુરો દ્વારા ધરણાનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમની કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી, જેથી તેઓ કલેકટર કચેરીએ આવે તે પહેલા જ 100 મીટર દુરથી ડીટેઈન કરવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં 60 થી 70 શ્રમિકોને ડીટેઈન કરવામાં આવ્યા છે, અને કલેકટર કચેરીએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પોલીસ તરફથી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આ કાર્યક્રમ માટે પોલીસ તરફથી જરૂરી શરતો પૂરી ન થતાં કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી.

આ નેતાઓની અટકાયત

સુરેશ સોનવણે, પ્રમુખ, રાષ્ટ્રીય મજદૂર સેના
રમાકાંત પાંડે, પ્રમુખ, સુરત સંઘર્ષ લેબર યુનિયન
મલખાનસિંહ વર્મા, પ્રમુખ, સાર્વજનિક મજદૂર એકતા યુનિયન
સંદીપ પટેલ, CJP સભ્ય
વિનય પાઠક, કામદાર