Surat News:સુરતમાં ડાયમંડ બુર્સનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ધાટન થયા બાદ હજુ સંપૂર્ણપણે ધમધમતું થયું નથી, સંપૂર્ણ ક્ષમતાથી ધમધમતું કરવા માટે હવે મેનેજમેન્ટ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. SDBના ચેરમેન ગોવિંદ ધોળકિયા એ સભ્યોને એક લાગણીસભર પત્ર લખીને વેપારીઓને તેઓની ઓફીસ શરુ કરવા અપીલ કરી છે.
SDBના વાઇસ ચેરમેન લાલજી પટેલે કહ્યું હતું કે, ગોવિંદ કાકાએ બે દિવસ પહેલા વિવેક સાથે હ્ર્દયની ભાષામાં ડાયમંડના તમામ વેપારીઓને એક પત્ર લખ્યો છે, ખરેખર ડાયમંડ બુર્સ ચાલુ કરવામાં કોઈ એક વ્યક્તિનું સપનું નથી, ડાયમંડ બુર્સ શરુ કરવામાં 4500 જે વેપારી મિત્રો છે એ તમામનું સપનું છે હવે જ્યારે ચાલુ કરવાની વાત આવે ત્યારે એક વ્યક્તિ આ સાકાર પણ ન કરી શકે, એ સાકાર કરવા માટે તમામ સભ્યોએ પોતાની ઓફિસ અને કારોબાર વિકાસ કરવા માટે પોતે સજાગ થવું જોઈએ,
કોઈ એમ વિચારે કે પેલો ચાલુ કરે પછી હું ચાલુ કરું તો ખરેખર એ પ્રમાણે ઓફિસ ચાલુ ન થાય, આજે પરિણામ જોઈ રહ્યા છીએ કે 300 થી વધારે ઓફિસ ચાલુ છે પરંતુ ઓફિસો 4500 છે તો દરેક વ્યક્તિએ પોતાના વિકાસ માટે પોતાની ઓફિસ શરૂ કરી દેવી જોઈએ એવું મારું પણ માનવું છે, ઓફિસ શરૂ નથી થઈ એનું તો દુઃખ છે પણ તમામ સભ્યો ઓફિસ બંધ હોવા છતાં ખર્ચ મેન્ટેન્સ આવે છે એ ભરે છે એટલે તેઓના માટે ખર્ચનો ભાર પણ આવે છે તેઓ જો સ્વયંભૂ ઓફિસો શરુ કરી દેશે તો આ ભાર 100 ટકા હળવો થશે અને પોતાના ધંધાના વિકાસ માટે આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરો જ્યારે ઉપયોગ થાય તો ધંધાનો વિકાસ પણ થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી
વધુમાં જણાવ્યું હતું કે હાલમાં 300 થી વધુ નાની મોટી ઓફિસો શરુ છે. અગાઉ 6 મહિના પહેલા મહિધરપુરાના મોટા મોટા વેપારીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસથી જે ઓફિસો શરુ થઈ તે કમ્પલેટ આજની તારીખમાં શરૂ છે તેઓને માલ લેવામાં જરાય તકલીફ પડતી નથી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો ખામી નથી જ અને દલાલો પણ પૂરતા આવે છે અને પૂરતો માલ પણ મળી રહે છે, હવે વેપારીઓ પોતાના ધંધાના વિકાસ માટે સ્વયંભૂ જાગવું પડશે અને ગોવિંદ કાકાએ કીધું એમ સ્વયંભૂ દરેક વ્યક્તિએ તેઓની ઓફીસ શરુ કરે તો અઘરું નથી અને ખરેખર બધાને ડર છે કે તેઓ ત્યાં જશે તો માલ વેચાશે કે નહીં, ઓફિસ ચાલશે કે નહીં ચાલે એ ડર ખરેખર મગજમાંથી કાઢી નાખવો પડે, અહીંયા ઓફિસ ચાલુ થયા બાદ નાની કે મોટી અમારી પાસે કોઈ ફરિયાદ નથી
