Surat Dussehra 2026: સુરતમાં દશેરાના દિવસે જલેબી ફાફડા ખરીદવા માટે વહેલી સવારથી લોકોની લાંબી કતારો

દશેરાના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબીની જયાફત માણશે, દશેરાના દિવસે આજે વહેલી સવારથી જ ફરસાણની દુકાનો બહાર લોકોની લાંબી કતારો લાગી છે, લાઈનમાં ઉભેલા ગ્રાહકો માટે કેટલાક દુકાનદારો દ્વારા છાશ અને પાણીની સુવીધા ઉભી કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 20 Oct 2026 12:59 PM (IST)Updated: Tue, 20 Oct 2026 12:59 PM (IST)
surat-dussehra-2026-long-queues-for-fafda-jalebi-since-early-morning

Surat News: અધર્મ પર ધર્મના વિજયના પર્વ વિજયા દશમીની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના નિમિતે ફાફડા જલેબી ખાવાની પરંપરા હોય સુરતમાં વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.

દશેરાના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબીની જયાફત માણશે, દશેરાના દિવસે આજે વહેલી સવારથી જ ફરસાણની દુકાનો બહાર લોકોની લાંબી કતારો લાગી છે, લાઈનમાં ઉભેલા ગ્રાહકો માટે કેટલાક દુકાનદારો દ્વારા છાશ અને પાણીની સુવીધા ઉભી કરવામાં આવી છે.

naidunia_image

વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે 80 થી 100 રૂપિયાનો ભાવ વધારો છે, તેલ, બેસન સહીતની સામગ્રીમાં ભાવ વધારો થયો છે આ સાથે જ કારીગરોની મજુરી વધી છે જેથી આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે. સુરતના બજારમાં ફાફડા 450 થી 600 રૂપિયે કિલો જયારે દેશી ઘીમાં બનતી બનતી જલેબીનો ભાવ 600 થી 700 અને તેલમાં બનતી સાડી જલેબીનો ભાવ 300 રૂપિયે કિલો છે, આ ઉપરાંત મેગો કેસર પીસ્તા જેવી ફ્લેવરની જ્લેબીનું વેચાણ થશે.

શિવ ખમણ એન્ડ ફરસાણના વેપારી અભિષેકભાઈએ જણાવ્યું હતું કે અમારી દુકાન 31 વર્ષ જૂની છે, આજે વહેલી સવારથી 4 વાગ્યાથી લોકોની લાઈન લાગી છે અને લોકો ૨ કલાક સુધી લાઈનમાં ઉભા રહે છે, આ ગ્રાહકોનો પ્રેમ છે, લાઈનમાં ઉભા રહેતા લોકો માટે પાણી અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,

વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે 80 થી 100 રૂપિયાનો ભાવ વધારો છે, કારણ કે બેસન, તેલ, ઘી અને ગેસ અને કારીગરોના પગારમાં ભાવ વધારો છે, અમારે ત્યાં એડવાન્સમાં 80 થી 100 કિલોનો ઓર્ડર હતો, ગ્રાહકોની ભીડને પહોચી વળવા માટે અમારા ઘરના તમામ સભ્યો અને એક્સ્ટ્રા માણસો પણ બોલાવીએ છીએ.