Surat Diwali Extra Buses 2026: દિવાળીના તહેવારોમાં વતનની વાટ પકડતા મુસાફરો માટે ખુશખબર આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જાહેર પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે 04 નવેમ્બરથી 07 નવેમ્બર દરમિયાન સુરતથી 1600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
સોસાયટીથી સીધા વતન પહોંચાડાશે: 'એસ.ટી. આપના દ્વારે' યોજના
પ્રથમ નોરતે સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, હજારો મુસાફરોના ધસારાને પહોંચી વળવા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિતના વિસ્તારો માટે વિશેષ આયોજન કરાયું છે. જો મુસાફરોની માંગ વધશે તો વધુ બસો ફાળવવા નિગમ સજ્જ છે.
‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનાર મુસાફરોને સીધા તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવાની વિશેષ સુવિધા મળશે.રોજગાર માટે સુરતમાં વસતા પરપ્રાંતીય નાગરિકો માટે પણ એડવાન્સ બુકિંગના આધારે બસની વ્યવસ્થા કરવામાં આવશે.

સમય અને બુકિંગ કેન્દ્રની વિગત
સમય: એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે 04:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી રહેશે.
ગ્રુપ બુકિંગના સ્થળો
એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન, સુરત
સુરત સિટી ડેપો (અડાજણ બસ પોર્ટ)
સુરતમાં કયા સ્થળેથી કયા રૂટની બસ ઉપડશે?
સૌરાષ્ટ્ર તરફનો રૂટ (04 થી 07 નવેમ્બર)
ધારુકા કોલેજ મેદાન, વરાછા રોડ.
દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ રૂટ (04 થી 07 નવેમ્બર)
એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન સામે આવેલ સિટી સ્ટેન્ડ અને રામનગર ખાતેથી.
અમદાવાદ અને વડોદરા રૂટ (08 થી 15 નવેમ્બર - લાભ પાંચમ સુધી)
ટ્રાફિકના ધસારાને ધ્યાને રાખી સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી સંચાલન કરાશે.
મુખ્ય રૂટના બસ ભાડાનું પત્રક (રૂપિયામાં)
| રૂટ / સ્થળ | ભાડું (₹) | રૂટ / સ્થળ | ભાડું (₹) |
| ઉના | ₹540 | ગારીયાધાર | ₹440 |
| જામનગર | ₹505 | રાજકોટ | ₹435 |
| જૂનાગઢ | ₹500 | પાલનપુર | ₹410 |
| સાવરકુંડલા | ₹480 | ભાવનગર | ₹395 |
| મહુવા | ₹460 | ઓલપાડથી ઝાલોદ | ₹370 |
| અમરેલી | ₹455 | ઝાલોદ / ઓલપાડથી દાહોદ | ₹360 |
| દાહોદ | ₹350 | લુણાવાડા | ₹325 |
| અમદાવાદ | ₹320 | છોટાઉદેપુર | ₹310 |
| ગોધરા | ₹305 | કવાંટ | ₹300 |
મુસાફરોને અનુરોધ
સમયસર અને આયોજનબદ્ધ પ્રવાસ માટે નિગમ દ્વારા વહેલા તે પહેલાના ધોરણે એડવાન્સ બુકિંગ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.
