દિવાળી પર સુરતની બે અનાથ બાળકીઓને મળ્યું નવું ઘર, મહારાષ્ટ્રના પરિવારોમાં લક્ષ્મીજીના રૂપમાં ખુશીઓનું આગમન

સુરતમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા બે અનાથ બાળકીઓને મહારાષ્ટ્રના દંપતીઓને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર હેઠળ સોંપવામાં આવી. દિવાળીના પવિત્ર પર્વ પર આ બાળકીઓને નવું ઘર મળતા પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 04:01 PM (IST)Updated: Thu, 05 Nov 2026 04:01 PM (IST)
surat-diwali-blessing-two-orphan-girls-find-new-families-through-pre-adoption-foster-care

Surat: સુરત ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે માતા-પિતા વિહોણી બે માસૂમ બાળકીઓને મહારાષ્ટ્ર રાજ્યના બે દંપતિઓને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર અંતર્ગત સોંપવામાં આવી છે. દિવાળીના પાવન પર્વે ઘરમાં સંતાનરૂપે ‘લક્ષ્મીજી’નું આગમન થતાં આ દંપતીઓના પરિવારોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયું હતું.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ સુરતના કતારગામ સ્થિત રાજ્ય સરકાર સંચાલિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલી બે દીકરીઓને દત્તકપૂર્વેના ઉછેર માટે સોંપવામાં આવી છે.

જે પૈકી એક 8 માસની દીકરી મહારાષ્ટ્ર નિવાસી ફાનીપ્રસાદ મંડલાપાર્થી (કન્સલ્ટન્ટ) અને પત્ની પાયલ પોદ્દાર (એકાઉન્ટન્ટ)ને તેમજ અન્ય 7 માસની બાળકીને પૂણે-મહારાષ્ટ્રના ગિરીશ રઘુનાથ ભામરે(કેન્દ્ર સરકારના કર્મચારી) અને પત્ની હેમાંગી વામન રાવ જવલે(IT કંપનીમાં નોકરી)ને પ્રી-અડોપ્શન ફોસ્ટર કેર માટે સોંપવામાં આવી હતી.


આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમારે દત્તક ઈચ્છુક દંપતિઓને અભિનંદન પાઠવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.