Surat Congress Protest: સુરતમાં આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ વિરોધ કરી રહેલા કોંગ્રી નેતા અને કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર સામે આજે સુરતમાં કોંગ્રેસ પક્ષે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ પક્ષે જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરી છે. તેમજ કલેકટર કચેરી ખાતે વોટ ચોર ગદ્દી છોડ તેમજ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન દરમિયાન બેનરમાં જ્ઞાનેશ કુમારના ફોટા પર કાળી શાહી લગાડી હતી.
કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ અને મહિલા સહિતના કાર્યકરો જોડાયા હતા. બીજી તરફ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓ અને જવાનોએ કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
