Surat News: સુરત એરપોર્ટ પર 9 મહિનામાં 12.50 લાખ મુસાફરો નોંધાયા, નવી ફ્લાઈટ્સ શરૂ કરવા માંગ

સુરત એરપોર્ટ પર વર્ષ 2026ના પ્રથમ 9 મહિનામાં 12.50 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ છે. નવી ફ્લાઈટ્સ શરૂ કરવા તેમજ બંધ સેવાઓ પુનઃ શરૂ કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરાઈ છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 22 Nov 2026 02:57 PM (IST)Updated: Sun, 22 Nov 2026 02:57 PM (IST)
surat-airport-records-12-50-lakh-passengers-in-9-months-demand-for-new-domestic-and-international-flights

Surat News: સુરત એરપોર્ટ પર હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024માં કુલ 16.47 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. ત્યારબાદ વર્ષ 2025માં મુસાફરોની સંખ્યામાં 9.9 ટકાનો વધારો નોંધાયો હતો અને વર્ષ 2026ના પ્રથમ 9 મહિનામાં જ સુરત એરપોર્ટ પરથી 12.50 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ છે. મુસાફરોના આ વધતા ટ્રાફિક વચ્ચે 'વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત'ના સભ્યોએ રાજ્ય સરકાર સમક્ષ સુરતથી નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવા, હાલના રૂટ પર ફ્લાઈટની સંખ્યા વધારવા તેમજ અગાઉ બંધ થયેલી હવાઈ સેવાઓ પુનઃ શરૂ કરવા માંગણી કરી છે.

9 મહિનામાં 12 લાખથી વધુ મુસાફરોની અવરજવર

સુરત એરપોર્ટ પર વર્ષ 2024માં કુલ 16.47 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. ત્યારબાદ વર્ષ 2025માં મુસાફરોની સંખ્યામાં 9.9 ટકાનો વધારો નોંધાયો હતો અને આ આંકડો વધીને 18.10 લાખ પર પહોંચ્યો હતો. વર્ષ 2026ના પ્રથમ 9 મહિનામાં જ સુરત એરપોર્ટ પરથી 12.50 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ છે. આ વધતા આંકડાઓને પગલે એરપોર્ટ પર વધુ ફ્લાઈટ્સ અને નવા રૂટની જરૂરિયાત અંગે ચર્ચા તેજ બની છે.મુસાફરોની વધતી સંખ્યાને અનુરૂપ હવાઈ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે 'વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત'ના સભ્યોએ રાજ્ય સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા છે.તેમની મુખ્ય માંગણીઓમાં સુરતથી નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવી, હાલમાં કાર્યરત રૂટ પર ફ્લાઈટની સંખ્યા વધારવી તેમજ અગાઉ બંધ કરવામાં આવેલી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવાનો સમાવેશ થાય છે.

હવાઈ કનેક્ટિવટીને લઈને મહત્વની બાબત

સુરતની હવાઈ કનેક્ટિવિટીને લઈને વધુ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તબક્કાવાર અમલમાં મૂકવામાં આવનારી 'હબ એન્ડ સ્પોક ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન્સ' પહેલ હેઠળ આગામી 22 એરપોર્ટમાં સુરતનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે.આ મોડલમાં મોટા એરપોર્ટને મુખ્ય કેન્દ્ર એટલે કે હબ તરીકે વિકસાવવામાં આવે છે. ત્યારબાદ અન્ય શહેરોના એરપોર્ટને આ મુખ્ય કેન્દ્ર સાથે જોડવામાં આવે છે. પરિણામે મુસાફરોને વિવિધ સ્થળોએ પહોંચવા માટે વધુ ફ્લાઈટ કનેક્શન અને મુસાફરીના વિકલ્પો મળી શકે છે.

સુરતની કનેક્ટિવિટી વિસ્તરણની શક્યતા

આ યોજનાનો સુરતને મહત્તમ લાભ મળે તે માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વધુ સંકલન સ્થાપિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.દ્વિપક્ષીય હવાઈ સેવા કરાર (BASA) અને પોઈન્ટ્સ ઓફ કોલ સંબંધિત ચર્ચામાં સુરતનો સમાવેશ કરાવવામાં આવે તો વિદેશી એરલાઈન્સની ફ્લાઈટ્સ માટે નવા વિકલ્પો ઊભા થઈ શકે છે. તેનાથી સુરતની આંતરરાષ્ટ્રીય હવાઈ કનેક્ટિવિટીને વિસ્તરણ મળવાની શક્યતા છે.

બંધ ફ્લાઈટ શરુ કરવામાં માંગણી

સુરત દેશના મહત્વપૂર્ણ હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગનું કેન્દ્ર હોવાની સાથે વેપારનું પણ મોટું હબ છે. આવી સ્થિતિમાં શહેરની હવાઈ કનેક્ટિવિટીનો વિસ્તાર માત્ર મુસાફરોની સુવિધા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ વેપાર અને ઉદ્યોગ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ થાય, હાલના રૂટ પર સેવાઓ વધે અને બંધ થયેલી ફ્લાઈટ્સ ફરી શરૂ થાય તો વેપાર, ઉદ્યોગ, પ્રવાસન તથા આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક સંબંધોને વેગ મળી શકે છે.