Surat: 1 વર્ષના બાળકનો હાથ લોડીંગ લિફ્ટ મશીનમાં આવી જતા કપાઈ ગયો, તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 09 Dec 2023 12:27 PM (IST)Updated: Sat 09 Dec 2023 01:12 PM (IST)
surat-1-year-old-childs-hand-cut-while-falling-into-loading-lift-machine-brought-to-civil-hospital-for-immediate-treatment-246488

Surat News: સુરતના વેસુ વિસ્તારમાં બની રહેલા પાલિકાના આવાસ ખાતે શ્રમિક પરિવારના 1 વર્ષના બાળકનો હાથ લોડીંગ લીફ્ટ મશીનમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો. જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. બાળકને હાલ સારવાર આપવામાં આવી રહી છે. બાળકનો આખો કપાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની મુકેશભાઈ રાવ હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરે છે. આ દરમિયાન આજે તેઓના 1 વર્ષના બાળકનો હાથ લીફ્ટના મશીનમાં આવી જતા બાળકનો હાથ કપાઈ ગયો હતો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ આવ્યો હતો. ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો. ઉપરાંત બાળકના માથાના ભાગે પણ ઇજા થઇ હતી. હાલ બાળકને હોસ્પિટલમાં સારવાર શરુ કરવામાં આવી છે.

સુપર વાઈઝર રાજ કિશોરે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, બાળકની માતા બાળકને ટુવાલ સાથે લઈને જતી હતી. આ દરમિયાન ટુવાલ મશીનમાં આવી જતા બાળકનો હાથ આવી ગયો હતો. બાળકની ઉમર 1 વર્ષની તેનું પ્રિન્સ નામ છે. હાલ બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઈટ પર આ ઘટના બની છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.