SMC Clerk Bharti Exam: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ત્રીજી શ્રેણી ક્લાર્કની સીધી ભરતી માટેની લેખિત પરીક્ષા પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં આવી છે. રાજ્યભરમાંથી ઉપસ્થિત થનારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સુગમતા રહે તેવા ઉદ્દેશ્ય સાથે પાલિકા તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાશે
માર્ચ 2026માં વિવિધ સંવર્ગોની સીધી ભરતી માટે પાલિકાએ જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી માટે સફળતાપૂર્વક અરજી કરનારા ઉમેદવારો માટે હવે લોકેશન પ્રેફરન્સની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
રાજ્યભરમાંથી ઉપસ્થિત થનારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સુગમતા રહે તેવા ઉદ્દેશ્ય સાથે પાલિકા તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ પરીક્ષા સુરત, અમદાવાદ અને રાજકોટ એમ ત્રણ મહાનગરોમાં યોજવાનો સત્તાવાર નિર્ણય લેવાયો છે.
ઉમેદવારોએ 12 થી 15 સપ્ટેમ્બર 2026 સુધીમાં સુરત મહાનગર પાલિકાની વેબસાઈટ પર જઈને રીક્રુટમેન્ટ ડેશબોર્ડમાં જઈને પોતાના લોગ ઇન પાસવર્ડથી ત્રીજી શ્રેણી ક્લાર્ક સંવર્ગની કરેલી અરજી સામે લોકેશન પ્રેફરન્સ બટન પર ક્લીક કરીને સુરત, અમદાવાદ અને રાજકોટ પૈકી પોતાની અનુકૂળતા મુજબ પ્રેફરન્સ-1,2,2 એમ ઉમેદવારે પોતાની અનુકુળતા મુજબ અગ્રતાક્રમમાં 3 શહેરોની પસંદગી કરીને સબમીટ કરવાનું રહેશે
ઉમેદવારો 15 સપ્ટેમ્બર રાતે 12 વાગ્યા સુધીમાં શહેરોની પસંદગીના કમમાં ફેરફાર કરી શકશે, ત્યારબાદ કોઈ સુધારો કરી શકશે નહી. જો નિયત સમય મર્યાદામાં ઉમેદવાર યોગ્ય વિકલ્પ પસંદ નહી કરે તો તેઓની ઓનલાઈન અરજીમાં જણાવેલા સરનામાં મુજબ જ ઉમેદવાર દ્વારા નજીકના શહેરની પસંદગી કરેલ હોવાનું ગણવામાં આવશે જેની ખાસ નોંધ લેવા મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.
