સુરત: આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) ની પરીક્ષા જાહેર, 52 જગ્યાઓ માટે 10 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા, દિવ્યાંગો માટે લહિયાની સુવિધા

સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કેડરની જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત હવે આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 12:56 PM (IST)Updated: Sat, 24 Oct 2026 12:56 PM (IST)
smc-assistant-engineer-civil-exam-2026-surat-52-vacancies-10000-candidates

SMC Recruitment 2026: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વિવિધ કેડરની જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત હવે આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આસિસટન્ટ ઇજનેર(સિવિલ)ની પરીક્ષા 22 નવેમ્બર, 2026 ના રોજ સુરત શહેર ખાતે યોજાશે. આ પરીક્ષાને લઈને ઉમેદવારોમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 52 જગ્યાઓ માટે અંદાજે 10,000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

52 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે

સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 11 માર્ચ 2026 ના રોજ વિવિધ સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) ની 52 જગ્યાઓ માટે અંદાજે 10,000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉપલબ્ધ જગ્યાઓ સામે અરજી કરનારની આ સંખ્યા જોતાં, દરેક એક જગ્યા માટે સરેરાશ 192 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.

દિવ્યાંગ ઉમેદવારો માટે સુવિધા

પરીક્ષાના કેન્દ્ર અને સમય અંગેની માહિતી ઉમેદવારોના ઓનલાઈન કોલ લેટર દ્વારા જારી કરવામાં આવશે, જ્યારે પરીક્ષાનો સિલેબસ અને અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ અગાઉથી જ SMC ની સત્તાવાર વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે. આ લેખિત પરીક્ષા 22 નવેમ્બરના રોજ સુરત શહેરમાં યોજાશે. પાલિકા દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. નિયમો અનુસાર જે ઉમેદવારો 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવે છે અને લેખન કાર્યમાં મુશ્કેલી અનુભવે છે, તેઓ લહિયાની સુવિધા મેળવી શકશે.

લહિયા માટે દિવ્યાંગ ઉમેદવારોએ શું કરવું?

આ ઉપરાંત, અકસ્માત કે અન્ય આકસ્મિક કારણોસર કામચલાઉ દિવ્યાંગતાનો સામનો કરી રહેલા ઉમેદવારો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. લહિયાની સુવિધા મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ 30 ઓક્ટોબર, 2026 સુધીમાં પાલિકાને ઈ-મેઇલથી અરજી કરવાની રહેશે. અરજી સાથે સિવિલ સર્જન અથવા સક્ષમ તબીબી અધિકારીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે.