સુરતના આ મેડિકલ સ્ટોરમાંથી તમે તો નથી લીધીને દવા?, પશુની દવામાંથી રિફિલિંગ કરી બાળકોની દવા તરીકે વેચનાર ઝડપાયો

પોતાના મેડિકલ સ્ટોરમાં વેચાણ અર્થે રાખેલી પશુની સારવાર માટેની દવામાંથી અન્ય ખાલી નાની બોટલોમાં જાતે જ રિફલીંગ કરી તેના ઉપર બાળકોના સારવાર માટેની દવા તરીકે ઉપયોગમાં લેવાતી દવાના બનાવટી સ્ટીકર મારી ગ્રાહકોને વેચાણ કરતો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 14 Oct 2026 03:44 PM (IST)Updated: Wed, 14 Oct 2026 04:01 PM (IST)
shocking-racket-in-surat-chemist-arrested-for-refilling-and-selling-veterinary-medicines-for-human-use

Illegal Medicine Refilling Racket Surat: જો તમે સુરતમાં રહો છો અને અઠવા બડેખા ચકલા ગોપીપુરા મોમનાવાડ રોડ પર આવેલા એક મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા હોય તો ચેતી જજો. કારણ કે પશુની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવામાંથી રિફલીંગ કરી માનવ સારવાર ખાસ કરીને બાળકોની સારવાર માટેની દવા તરીકે વેચી રહેલા મેડિકલ સંચાલકને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે કોઈ વ્યક્તિને આ મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદી કર્યા બાદ સ્વસ્થ્યને નુકશાન થયું હોય તો પહેલા ડોક્ટર પાસે જરૂરી સારવાર કરાવી પોલીસનો સંપર્ક કરે.

મળતી માહિતી મુજબ, સુરતના અઠવા બડેખા ચકલા ગોપીપુરા મોમનાવાડ રોડ સ્થિત આવેલા શ્રી શાંતિનાથ મેડિકલ સ્ટોર માલિક પશુની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવામાંથી રિફલીંગ કરી બનાવટી સ્ટીકર બનાવી તેના પર લગાડી માનવ સારવાર માટે વેચાણ કરે છે. માહિતીના આધારે એસઓજી પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી મેડિકલ સ્ટોર માલિક મો.સાજીદ ઈબ્રાહીમ મુલ્લાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

naidunia_image

પોલીસેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પોતાના મેડિકલ સ્ટોરમાં વેચાણ અર્થે રાખેલી પશુની સારવાર માટેની હિમાલયના કંપનીની Liv.52 Protec Liquid Animal Feed Supplement દવામાંથી અન્ય ખાલી નાની બોટલોમાં જાતે જ રિફલીંગ કરી તેના ઉપર બાળકોના સારવાર માટેની દવા તરીકે ઉપયોગમાં લેવાતી હિમાલય કંપનીની Liv.52 Drops 60ML ના બનાવટી સ્ટીકર મારી ગ્રાહકોને વેચાણ કરતો હતો.

પોલીસે દુકાનમાંથી હિમાલય કંપનીની Liv.52 Drops 60 ML બોટલ નંગ 1 , 1 મોબાઈલ,  હિમાલય કંપનીની  Liv.52 Protec Liquid Animal Feed Supplement NET VOL.5 કેન નંગ 1, કોઈ પણ પ્રકારના લેબલ વગરની ખાલી બોટલ 7 નંગ, કોઈ પણ પ્રકારના લેબલ વગરની 60 તથા 100 ML પ્રવાહી ભરી શકાય તેવી ખાલી બોટલ 7 નંગ, બોટલના ઢાંકણ નંગ 7, ખાલી બોટલના બુચ નંગ  7 અને અને 6 નંગ સ્ટીકર સહીત  કુલ 31,195નો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે લોકોને અપીલ કરી છે કે આ મેડિકલ સ્ટોર ઉપરથી દવા ખરીદી કર્યા બાદ સ્વાસ્થ્યને કોઈ નુકશાન થયું હોય તો ડોક્ટર પાસે સૌ પ્રથમ જરૂરી સારવાર કરાવી પોલીસનો સંપર્ક કરવો તેમજ કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપરથી દવાની ખરીદી કરી સારવાર કરનાર ડોક્ટર પાસે શુદ્ધતા અને પ્રમાણિકતાની ખાત્રી કરાવ્યા બાદ ડોકટરના સૂચન મુજબ જ સારવાર માટે ઉપયોગમાં લેવી જોઈએ.