Sarthana Nature Park Surat: રક્ષાબંધન પર્વ પર સુરતના સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. 20 હજારથી વધુ મુલાકાતીઓ સરથાણા નેચર પાર્કમાં આવ્યા હતા જેના લીધે નેચર પાર્કને 5.88 લાખની આવક થઇ હતી
રજાના દિવસે મુલાકાતીઓના સંખ્યા વધે છે
સુરતના સરથાણા ખાતે મનપા સંચાલિત સરથાણા નેચર પાર્ક આવેલું છે. આ નેચરપાર્ક વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા પાર્કમાં વિવિધ વન્યજીવો અને પશુ પક્ષીઓ નજીકથી નિહાળવાની તક મળતી હોવાથી રવિવાર,જાહેર રજા અને વેકેશનના સમયગાળામાં અહી મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે.
નેચર પાર્કને 5 લાખથી વધુની આવક
ગતરોજ રક્ષાબંધનની જાહેર રજા હોય મોટી સંખ્યામાં મુલાકાતીઓએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી હતી બાળકો સહીત મોટી સંખ્યામાં લોકોએ સરથાણા નેચર પાર્કમાં આનંદ માણ્યો હતો. ગતરોજ 20003 લોકોએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી હતી. જેને લઈને નેચર પાર્કને 5,88,780 રૂપિયાની આવક થઇ હતી.
