Raksha Bandhan 2026: સુરતની શાળાના વિદ્યાર્થીઓએ 1500થી વધુ રાખડી બનાવી, વિવિધ બોર્ડર પર તૈનાત સૈનિકોને મોકલાશે

સુરતની વિધાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન માટે સૈનિકો માટે 1500થી વધુ રાખડીઓ બનાવી છે. આ રાખડીઓ દેશની વિવિધ બોર્ડર પર તૈનાત જવાનોને મોકલવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 24 Aug 2026 05:37 PM (IST)Updated: Mon, 24 Aug 2026 05:37 PM (IST)
raksha-bandhan-2026-surat-school-students-make-1500-rakhis-for-indian-soldiers-guarding-borders

Raksha Bandhan 2026: આગામી સમયમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે, ત્યારે સુરતની શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા દેશની રક્ષા કરતા સૈનિકો માટે રાખડી બનાવી છે. શાળામાં તૈયાર કરીને બાળકો દ્વારા દેશના જવાનોને રાખડી મોકલવામાં આવી હતી. 1500 જેટલી રાખડીઓ દેશની અલગ અલગ બોર્ડર પર સૈનિકો માટે મોકલવામાં આવી હતી

રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં આવેલી વિધાકુંજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશની રક્ષા કરતા સૈનિકો માટે રાખડી બનાવવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને 1500 જેટલી રાખડીઓ બનાવી છે અને આ રાખડીઓ દેશની અલગ અલગ બોર્ડર વાઘા બોર્ડર, લેહ લદાખ, કચ્છ બોર્ડર અને નડાબેટ બોર્ડર પર મોકલવામાં આવશે. શાળાના અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા 1 હજારથી 1200 વિદ્યાર્થીનીઓએ આ રાખડી બનાવી છે.

Rajkot: મેટોડા GIDCમાં સાડા 6 વર્ષના બાળકીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ

શાળાના નિયામક મહેશભાઈ પટેલે જણાવ્યું કે, રક્ષાબંધન પર્વ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના શિક્ષકોએ સૈનિકોનું સન્માન કાયમ માટે જાળવવાના સંકલ્પ સાથે રાખડી બનાવી છે અને 1500 જેટલી રાખડીઓ બોર્ડર પર સૈનિકો માટે મોકલી રહ્યા છે. સૈનિકો પોતાના પરિવારથી દૂર રાત દિવસ જોયા વગર આપણી રક્ષા કરે છે, ત્યારે એ સૈનિકો પ્રત્યે અમારો ભાવ છે અને તેઓ પરિવારના સદસ્ય છે અને કાયમ માટે તેઓનું સન્માન જાળવીએ.

આવા ભાવથી વિદ્યાર્થીઓએ રાખડી બનાવી છે અને તે અમે મોકલી રહ્યા છે, વાઘા બોર્ડર, લેહ લદાખ, કચ્છ બોર્ડર પર રાખડીઓ મોકલવાના છે, શાળાના હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 1 હજારથી 1200 વિદ્યાર્થીનીઓએ કલાત્મક અને ભાવથી રાખડી બનાવી છે.