કોંગ્રેસ તો આદિવાસી પંરપરાની મજાક કરે છે, મે ક્યારેય આદિવાસી સમાજની પાઘડી કે જાકીટ પહેર્યુ હોય તો મજાક ઉડાવેઃ મોદી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 20 Oct 2022 07:03 PM (IST)Updated: Thu, 20 Oct 2022 07:03 PM (IST)
pm-modi-gujarat-visit-today-and-inaugurate-many-projects

સોનગઢ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(prime minsiter narendra modi)એ તાપીના સોનગઢમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી(statue of unitiy)ને જોડતા હાઇવે સહિત 2191 કરોડથી વધુના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યું છે. આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે,આદિવાસી વિસ્તારનો વિકાસ કરવા દિવસરાત મહેનત કરું છું. ભૂતકાળની કોંગ્રેસની સરકારને તમારા ઉજ્જવળ ભવિષ્યની ચિંતા ન હતી. તેમના મગજમાં ચૂંટણી જ ચમકારા મારતી હતી. કોંગ્રેસ તો આદિવાસી પંરપરાની મજાક કરે છે, મે ક્યારેય આદિવાસી સમાજની પાઘડી કે જાકીટ પહેર્યું હોય તો મજાક ઉડાવે. કોંગ્રેસ(cognress)ના નેતા આદિવાસી સમાજની સંસ્કૃતિનો રાજકીય લાભ લેવા મજાક કરી છે. કોંગ્રેસના લોકો અહીં આવશે અને પ્રચાર કરશે, જૂઠ્ઠાણા ફેલાવશે. કોંગ્રેસના અંહકારને આદિવાસી ભાઈ-બહેનો ચૂકતે કરશે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આદિવાસી સમાજે તૈયાર કરેલી વસ્તુઓનું મૂલ્ય સમજતી ન હતી, પણ આજે જ્યાં જ્યાં ભાજપ સરકાર છે ત્યાં એની તાકાત વધી છે. વિશ્વની બજારમાં આદિવાસીની તૈયાર થયેલી વસ્તુઓને યોગ્ય ભાવ મળે તેની ચિંતા કરે છે. આઝાદી પછી દશકો સુધી કોંગ્રેસ સરકારે આદિવાસીઓની ચિંતા જ કરી નથી. ભૂતકાળની કોંગ્રેસની સરકારનું કામ અને આજની ભાજપની સરકારનું કામ તમે જોયું છે.

naidunia_image

મોદીએ વધુમાં જણાવ્યું છેકે, કોંગ્રેસ ચૂંટણી પહેલા વાયદા કરે અને પછી ભૂલી જાય છે. બીજી તરફ ભાજપની ભરોસાની સરકારે આદિવાસી સમાજના કલ્યાણ માટે કામ કર્યું છે. ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે. ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાથી સૌથી પહેલા વીજળી ડાંગ જિલ્લાને મળી હતી. આદિવાસીના 300 ગામોમાં 24 કલાક વીજળી પહોંચાડી છે. કોંગ્રેસની સરકારમાં 18 ગામ એવા હતા કે જ્યાં વીજળીનો થાંભલો ન હતો. ભાજપની સરકાર આવ્યા બાદ હિન્દુસ્તાનનું કોઇ ગામ એવું નથી કે જ્યાં વીજળી ન પહોંચી હોય.

naidunia_image

મોદીએ વધુમાં જણાવ્યું છેકે, ડાંગનું કામ જોઇને શિખ્યો. ખેડૂતો માટે વાડી પ્રોજેક્ટથી આદિવાસી ભાઈઓનું જીવન બદલાયું છે. આજે ગુજરાતના 100માંથી 100 ઘરમાં પાઇપથી પાણી પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું છે અને મોટાભાગનું કામ પૂર્ણ થયું છે. ભાજપની સરકારે આદિવાસી સમાજને સન્માન આપ્યું છે. ગુજરાતના આદિવાસી મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના ગર્વનર છે.મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં 4 હજાર શાળા નક્કી કરી છે.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ કરેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રોજેક્ટ

• પાણી પુરવઠા બોર્ડના વિવિધ કામો તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.2192 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
• સાપુતારાથી સ્ટેચ્યૂઓફ યુનિટીને જોડતા હાઇવે કોરિડોરની રૂ.1669 કરોડની યોજના અને તે પૈકી રૂ.210 કરોડના ખર્ચે વિવિધ 6 પ્રકલ્પોના ખાતમુહુર્ત
• પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂ.302.46 કરોડના કામોનું ખાતુમુહૂર્ત
• ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા રૂ.220.57 કરોડના કામોનું ખાતમુહૂર્ત