સુરતમાં ચંદી પડવા નિમિત્તે દુકાનોમાં લોકોની લાંબી કતારો, ઘારી અને ફરસાણ ખરીદવા લોકોએ પડાપડી કરી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 29 Oct 2023 02:47 PM (IST)Updated: Sun, 29 Oct 2023 02:48 PM (IST)
long-queues-of-people-in-shops-for-chandani-padva-in-surat-people-clamored-to-buy-ghari-and-farsan

Surat News: આજે ચંદી પડવો છે સુરતમાં ચંદી પડવાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ દુકાનોમાં ઘારી અને ભુસુ (ફરસાણ) ખરીદવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

આજે ચંદી પડવાની સુરતમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ ફરસાણ સહિતની દુકાનોમાં ઘારી અને ભુસુ (ફરસાણ) ખરીદવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. આજના દિવસે કરોડો રૂપિયાની ઘારી અને ભુસુ (ફરસાણ)નું વેચાણ થતું હોય છે. દુકાન દારો દ્વારા પણ અગાઉથી તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

naidunia_image

વેપારી રિદ્ધેશભાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં ચંદી પડવાની ભવ્ય ઉજવણી થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભુસુ (ફરસાણ), કચોરી, પેટીસ, સમોસા, ઊંધિયું અને લીલી તુવેરના ઘૂઘરા સહિતની વાનગીઓ બનાવી છે. વહેલી સવારથી લોકોની ઘારી, ભુસુ (ફરસાણ)ની ખરીદી કરી રહ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.