Exam Warriors book: ઓલપાડમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને પીએમ મોદીના એક્ઝામ વોરિયર્સ પુસ્તકનું વિના મૂલ્યે વિતરણ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 10 Feb 2023 03:08 PM (IST)Updated: Fri, 10 Feb 2023 03:08 PM (IST)
in-olpad-free-distribution-of-pm-modis-exam-warriors-book-to-class-10-and-12-students

Surat News: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા ઓલપાડની મહાદેશ શાસ્ત્રી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા લેખિત એક્ઝામ વોરિયર્સ પુસ્તકનું વિના મૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના બાળકો હાલ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાથી આ પુસ્તકના વાંચનથી વિદ્યાર્થીઓને નવી ઊર્જા અને પ્રેરણા મળે એ ઉદ્દેશથી પુસ્તક વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, 14 માર્ચથી શરૂ થનાર ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'એક્ઝામ વોરિયર્સ' પુસ્તક લખવામાં આવેલા છે. વિદ્યાર્થીઓ એટલે દેશનું ભાવિ વડાપ્રધાને દેશના ભાવિની ચિંતા કરી આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક વાંચવાથી બાળકોને નવી પ્રેરણા મળશે.

પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ ભયભીત ન બને અને પરીક્ષાના હાઉથી ન પીડાય એ માટે વિદ્યાર્થીઓ પુસ્તક વાંચીને પરીક્ષા નહિ પણ ઉત્સવ ઉજવી રહ્યા છે એવો આભાસ થશે. પરીક્ષાને ઉત્સવની રીતે ઉજવણી કરવી મંત્રીએ નિશ્ચિત ધ્યેય સાથે આગળ વધશો તો સફળતા અને મંઝીલ સુધી અવશ્ય પહોંચી શકશો એવી શીખ આપતા કહ્યું કે, માતા-પિતાનું માનસો તો જીવનમાં ક્યારેય પાછળ નહિ પડશો અને જીવનમાં લક્ષ ઉંચો રાખશો તો હંમેશા આગળ વધશો.

આ પ્રસંગે ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળના પ્રમુખ વસંતભાઈ અગ્રણી બળવંતભાઈ પટેલ, આચાર્ય પંકજભાઈ પટેલ, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.