Surat: તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલગામે આવેલા કંપાઉન્ડમાં રાખેલા GEBના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરનાર ઇસમોને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી 8.33 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે શ્રવણલાલ ગુર્જર નામનો માણસ તેના માણસો સાથે જીઈબીના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી છે, જે જીઈબીના એલ્યુમિનિયમના વાયરો તેની માલિકીના ટેમ્પામાં ભરીને કડોદરા તરફથી આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી લાડવી પાસે ટેમ્પો આવતા તેને રોકીને ચોરીના વાયર સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે GEBના એલ્યુમિનિયમના વાયરો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલગામ ખાતે આવેલા કંપાઉન્ડમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને આ મામલે ડોલવણ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો.
રૂપિયા 8.33 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોરી કરેલા જીઈબીના એલ્યુમિનિયમના વીજ વાયરો : 420 કિલો (કિંમત રૂ. 88,200)
ટેમ્પો: રૂ. 7,00,000 ની કિંમતનો
6 મોબાઈલ ફોન (રૂ. 35,000) અને રૂ. 10,000 રોકડા
કુલ કિંમત: રૂ. 8,33,200
પોલીસે પકડેલા આરોપી
શ્રવણલાલ ચિતરમલ ગુર્જર [ઉ.37] – ભંગારનો વેપારી [રહે, વડોદરા, મૂળ રાજસ્થાન]
ડાલુરામ ગોપીજી ખારોલ [ઉ.38] (રહે. પંચોલગામ જી.તાપી, મૂળ રાજસ્થાન)
ધનરાજ ભંવરજી ખારોલ [ઉ.32] (રહે. પંચોલગામ જી. તાપી, મૂળ રાજસ્થાન)
મુકેશ દેવીલાલ ગુર્જર [ઉ.28] (રહે. વડોદરા, મૂળ રાજસ્થાન) – ડ્રાઈવર
સાંવરલાલ શ્રીરામ ગુર્જર [ઉ.32] (રહે. પંચોલગામ, જી.તાપી, મૂળ રાજસ્થાન)

