ગુજરાત ભાડા વિધેયકને લઈને સુરતમાં વકીલો દ્વારા વિરોધ, 3 દિવસ કોર્ટ કામથી અળગા રહેવાનું એલાન

વકીલોનું કહેવું છે કે નવા વિધેયકમાં આ સત્તા કોર્ટ પાસેથી લઈને કલેક્ટર કચેરી મામલતદાર અથવા કોઈ નીચેના અધિકારીને સોંપવામાં આવી છે જેના કારણે વકીલો પાસેથી કામ છીનવાઈ રહ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 30 Sep 2026 03:18 PM (IST)Updated: Wed, 30 Sep 2026 03:18 PM (IST)
gujarat-rent-bill-protest-surat-lawyers-to-stay-away-from-court-work-for-3-days

Gujarat Rent Bill Protest: ગુજરાત ભાડા વિધેયકને લઈને સુરતમાં વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વકીલો ૩ દિવસ કામથી અળગા રહીને વિરોધ કરશે. વકીલોનું કહેવું છે કે અગાઉ ભાડુઆત અને મકાન માલિક વચ્ચે કોઈ તકરાર હોય તેમાં કોર્ટને સત્તા હતી પરંતુ નવા વિધેયકમાં આ સત્તા કોર્ટ પાસેથી લઈને કલેક્ટર કચેરી મામલતદાર અથવા કોઈ નીચેના અધિકારીને સોંપવામાં આવી છે જેના કારણે વકીલો પાસેથી કામ છીનવાઈ રહ્યું છે. પક્ષકારો મામલતદાર કચેરીએ જઈ વગર વકીલે કેવી રીતે રજૂઆત કરી શકશે. આમાં પક્ષકારોને પણ નુકશાન થઈ રહ્યું છે અને વકીલો પાસેથી કામ પણ છીનવાઈ રહ્યું છે.

આ સમગ્ર વિરોધ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર અને એડવોકેટ ભાવેશભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ભાડા વિધેયક બિલ 2026 જે અમલમાં આવ્યું છે તેમાં વકીલો અને પક્ષકારોને નુકશાન થયું છે. અગાઉ ભાડુઆત અને મકાન માલિક વચ્ચે કોઈ તકરાર હોય તેમાં કોર્ટને સત્તા હતી. ન્યાયપ્રણાલીમાં આ કેસો આવતા હતા પરંતુ નવા વિધેયકમાં આ સત્તા કોર્ટ પાસેથી લઈને કલેક્ટર કચેરી મામલતદાર અથવા કોઈ નીચેના અધિકારીને સોંપવામાં આવી છે જેના કારણે વકીલો પાસેથી કામ છીનવાઈ રહ્યું છે અને કોર્ટની સત્તા મામલતદારને સોંપવામાં આવી છે એનો વિરોધ થઈ રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, પક્ષકારો કોર્ટમાં આવતા હતા તો વકીલો પાસેથી ન્યાય મેળવી શકતા હતા, આજે એ પક્ષકારો મામલતદાર કચેરીએ જઈ વગર વકીલે કેવી રીતે રજૂઆત કરી શકશે. આમાં પક્ષકારોને પણ નુકશાન થઈ રહ્યું છે અને વકીલો પાસેથી જે કામ છીનવાઈ રહ્યું છે. ન્યાય અદાલતમાં મળતો હતો એના બદલે આ નવા વિધેયકમાં સત્તા મામલતદાર કચેરીને આપવામાં આવી છે. જેનો સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળો દ્વારા વિરોધ કરી રહ્યા છે. જેના કારણે ૩ દિવસ અમે કામથી અળગા રહીશું.

વધુમાં જણાવ્યું હતું 1974થી આ સત્તા કોર્ટ પાસે હતી એ સત્તા હવે મામલતદારને આપવામાં આવી છે, સરકારએ બતાવા માંગે છે કોર્ટમાં કેસોનો ભરાવો છે. પરંતુ સરકાર જજોની ભરતી કેમ નથી કરતી, જજોની ભરતી કરવાને બદલે કોર્ટની સત્તા મામલતદારને આપી દેવામાં આવે છે. અગાઉ 7 વર્ષની સજામાં ગુનેગારોને જામીન આપવાની સજા કોર્ટને હતી એ પોલીસને આપી દેવામાં આવી છે. આમાં ક્યાંકને ક્યાંક વકીલો, કોર્ટ અને પક્ષકરોનું તમે અહિત કરી રહ્યા છો. પક્ષકરોને કાયદા દ્વારા જે સારો ન્યાય અપાવી શકતા હતા એ વકીલોને આ સીસ્ટમથી દુર કરી માત્ર અધિકારી એટલે કે મામલતદાર કચેરી અને પોલીસ મથકે ન્યાય આપવાની વાત કરી રહ્યા છે. જે ગુજરાતના વકીલો ક્યારેય સાંખી નહી લે અને એનો વિરોધ કરશે.