Ganesh Visarjan 2026: સુરતમાં અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય; 21 કૃત્રિમ તળાવો અને 3 ઓવારા પર 90 હજારથી વધુ મૂર્તિઓનું થશે વિસર્જન

વિસર્જન યાત્રામાં બાપ્પાની પ્રતિમા સામે ઉઠક બેઠક કરી 10 દિવસ પૂજા અર્ચના દરમ્યાન કોઈ ભૂલ થઇ હોય તો તેની ક્ષમાયાચના કરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 25 Sep 2026 11:58 AM (IST)Updated: Fri, 25 Sep 2026 11:58 AM (IST)
ganesh-visarjan-2026-surat-over-90000-idols-set-for-immersion-across-24-locations

Ganesh Visarjan 2026 Surat: દસ દિવસ સુધી વિઘ્નહર્તાની પૂજા અર્ચના બાદ આજે અનંત ચતુર્થીના રોજ વિસર્જન યાત્રા યોજાઈ રહી છે. સુરતમાં વહેલી સવારથી જ વિસર્જન યાત્રાનો પ્રારંભ થઇ ચુક્યો છે. અશ્રુભીની આંખે ભક્તો વિસર્જન કરતા જોવા મળ્યા છે. સુરતમાં 21 કુત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા પરથી 90 હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન થશે.

સુરતમાં વહેલી સવારથી જ ગણેશ વિસર્જન યાત્રા શરુ થઇ ગઇ છે. ઢોલ નગારા અને ડીજે સાથે વિસર્જન યાત્રા નીકળી રહી છે. વિસર્જનના દિવસે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભક્તો વિસર્જન યાત્રા વેળાએ અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપી રહ્યા છે. બીજી તરફ કેટલાક મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં બાપ્પાની પ્રતિમા સામે ઉઠક બેઠક કરી 10 દિવસ પૂજા અર્ચના દરમ્યાન કોઈ ભૂલ થઇ હોય તો તેની ક્ષમાયાચના કરી હતી. સુરતમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઢોલ-નગારાના ગગનભેદી નાદ અને 'ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા'ના જયઘોષ સાથે વિસર્જન યાત્રા નીકળી રહી છે.

naidunia_image

સુરતમાં 21 કુત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા પરથી 90 હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન થશે. હજીરા ઓવારા પર જ સવારથી 39 જેટલી મૂર્તિઓનું વિસર્જન સંપન્ન થઈ ચૂક્યું છે. સુરતના ભાગળ વિસ્તારમાં એક બાદ એક વિશાળ મૂર્તિઓ વિસર્જન માટે પસાર થઈ રહી છે. ઢોલ નગારા સાથે ડાન્સ કરતા ભક્તો વિસર્જન યાત્રામાં જોડાઈ રહ્યા છે. ભાગળ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

શહેરમાં આ વિસ્તારોમાં તૈયાર કરાયા કુત્રિમ તળાવો

અઠવા ઝોન વિસ્તારમાં (1) ડુમસ ગામ - કાંદી ફળીયા -1, (2)ડુમસ ગામ - કાંદી ફળીયા - 2, (3) ટી.પી. સ્કીમ નં. 7 (વેસુ-મગદલ્લા), ફા. પ્લોટ નં.129, નંદીની -3 ની સામે, VIP રોડ અને ટી.પી. સ્કીમ નં.6 (વેસુ), ફા. પ્લોટ નં.73, વાસ્તુગામ નજીક, વી.આઈ.પી.રોડ, વેસુ

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં (4) ગાંધી બાગની પાછળ, ડક્કા ઓવારા, ચોક

વરાછા ઝોન એ વિસ્તારમાં (5) ટી.પી. સ્કીમ નં. 20 (પુણા), ફા. પ્લોટ નં. 162, ક્રિસ્ટલ પ્લાઝાની બાજુમાં, સીલ્વર ચોક પાસે

વરાછા ઝોન બી વિસ્તારમાં (6) ડ્રિ.ટી.પી. સ્કીમ નં.21 (સરથાણા-સિમડા), ફા.પ્લોટ નં. 144 (સેલ ફોર રેસી.), ગૌરવ સેનાની ભવન, સરથાણા ફાયર સ્ટેશનની પાછળ, સરથાણા, (7) ટી.પી. સ્કીમ નં.25 (મોટા વરાછા), ઓ.પી.નં.65, બ્લોક નં.490, રામચોક પાસે, મોટા વરાછા

લિંબાયત ઝોન વિસ્તારમાં (8) ટી.પી. સ્કીમ નં. 45 (ડિંડોલી), ફા. પ્લોટ નં.ઓ-46, (રીક્રિયેશન ફોર એસ.એમ.સી.), નવાગામ સોંકીલી સી.એન.જી. પંપ થી નંદનવન રો-હાઉસ તરફ જતા રોડ પર, (9) ટી.પી.સ્કીમ નં.19 (પરવટ - મગોબ), વેચાણ હેતુ રેસીડેન્સનાં હેતુ માટે અનામત ફા.પ્લોટ નં.110/1/3, રાજ ટેક્ષટાઈલ્સની બાજુમાં, મગોબ, (10) ટી.પી. સ્કીમ નં. 61 (પરવટ-ગોડાદરા), ફા. પ્લોટ નં. આર -25 આદિશ્લોક પાસે, ગોડાદરા

naidunia_image

ઉધના ઝોન એ વિસ્તારમાં (11) ટી. પી. સ્કીમ નં. 06 (મજુરા - ખટોદરા), ફા. પ્લોટ નં.378, ખરવર નગર જંક્શન પાસે, (12) ટી.પી. સ્કીમ નં. 22 (ભેસ્તાન), ફા. પ્લોટ નં.71, સંગમનગર સોસાયટીની પાછળ, ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે

ઉધના ઝોન બી વિસ્તારમાં (13) સુરત-નવસારી રોડને લાગુ સચિન સુડા સેક્ટર-3 ખાતે આવેલ સી.ઓ.પી.

રાંદેર ઝોન વિસ્તારમાં (14) ટી.પી. સ્કીમ નં. 44 (પાલ), ફા.પ્લોટ નં. આર-3, પાલ આર.ટી.ઓ. પાસે, (15) અડાજણ ગામ ડેપો વિસ્તારમાં આવેલ રામજી ઓવારા, સ્ટાર બજારની સામે, અડાજણ, (16) ટી.પી. સ્કીમ નં. 46 (જહાંગીરપુરા), ફા. પ્લોટ નં.64, પરિશ્રમ પાર્ક પાસે, (17) ટી.પી. સ્કીમ નં.8 (પાલનપોર), ફા. પ્લોટ નં. 127, પાલનપુર કેનાલ રોડ, નક્ષત્ર વ્યુ ની સામે

કતારગામ ઝોન વિસ્તારમાં (18) ટી.પી. સ્કીમ નં. 17 (કતારગામ), ફા. પ્લોટ નં.199, લંકા વિજય ઓવારા પાસે, (19) ટી.પી સ્કીમ નં. 26 (સિંગણપોર), એફ.પી.નં. 125 ખાતે ડી-માર્ટ પાસે, (20) કોસાડ એસ - 5 આવાસ પાસે, કોમ્યુનીટી હોલની સામે, (21) ટી.પી સ્કીમ નં. 51, એફ.પી. નં. 201, વણઝારાવાસ પાસે, ડભોલી