Surat News: દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ 1600થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવ્યા હતા. ત્યારે 16 થી 19 ઓક્ટોબર સુધીમાં સુરત એસટી વિભાગે 1259 ટ્રીપ દોડાવી હતી અને 67 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી.
આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.16થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી 1600 એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.16 થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડાવવામાં આવી હતી. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવ્યા હતા. ત્યારે 16 થી 19 ઓક્ટોબર સુધીમાં સુરત એસટી વિભાગે 1259 ટ્રીપ દોડાવી હતી અને 67193 મુસાફરોએ મુસાફરી કરી હતી.
ક્યાં કેટલી ટ્રીપ
- અમરેલી - 110 ટ્રીપ
- સાવરકુંડલા - 56
- મહુવા - 50
- ભાવનગર - 30
- ગારીયાધાર - 54
- જુનાગઢ - 41
- રાજકોટ - 7
- અમદાવાદ- 5
- ઝાલોદ - 381
- દાહોઝ - 261
- લુણાવાડા - 3
- ઉના - 9
- સંતરામપુર - 1
- છોટા ઉદેપુર - 3
- બારિયા -1
- ગ્રુપ બુકિંગ - 247
