Surat News: સુરતના ઓલપાડમાં મોડી રાતે બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. બીજી તરફ શોશ્યલ મીડિયામાં કેટલીક અફવા ફેલાવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિ વણસે તે પહેલા જ કાબૂ મેળવ્યો હતો. તેમજ આખી રાત કોમ્બિંગ સહીત પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી.
સુરતના ઓલપાડમાં જૂથ અથડામણને લઈ વાતાવરણ બન્યું તંગ બન્યું હતું. વિધર્મી યુવક દ્વારા હિન્દૂ યુવતીને ભગાડી જવાનો મામલો બિચક્યો હતો. ગત રાત્રિએ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારા તેમજ મારામારીના બનાવો બન્યા હતા. સમગ્ર ઘટનાને લઈને એસપી સહિતનો જિલ્લાનો પોલીસ કાફલો ઓલપાડ ટાઉનમાં ખડકી દેવામાં આવ્યો હતો. મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા કોમ્બિંગ કરી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવને લઈને સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસરે જણાવ્યું હતુંકે હાલ ઓલપાડ ટાઉનની પરિસ્થિતિ કાબૂમાં છે, નજીવી અફવા ને લઈ વાતાવરણ ખરાબ થયું હતું. કેટલાક અસામાજિક તત્વો દ્વારા અફવા ફેલાવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસ દ્વારા કોમ્બિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લોકોને રાઉન્ડઅપ કરવાની કામગીરી પણ ચલાવવામાં આવી હતી.
વધુમાં લોકોને ખોટી અફવાથી દુર રહેવા પોલીસે કરી આપીલ હતી અને જો ખોટી અફવાથી દોહરાઈ વાતાવરણ ખરાબ કરશે, તો તેના વિરુદ્ધ કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે. સાથે જ કોઈ પણ વ્યક્તિ આવી બાબતોમાં સામેલ થશે એ કોઈને છોડવામાં નહી આવે તેવી ચેતવણી જિલ્લા પોલીસ વડાએ આપી હતી.
